બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને હાર્ટ અટેક આવ્યો
નવી દિલ્હી, બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીને કોલકાતાની વૂડલેન્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે તેમને હાર્ટ અટેક આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે, તેમને એન્જિયોપ્લાસ્ટીમાંથી પસાર થવું પડ્યું હતું. હવે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. છાતીના દુઃખાવાની ફરિયાદ બાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરિષ્ઠ ખેલ પત્રકાર બોરિયા મજૂમદારે જણાવ્યું કે, ગાંગુલી જીમમાં હતા ત્યારે તેમને ચક્કર આવી ગયા હતા. જે બાદમાં તેઓ ટેસ્ટ કરાવવા માટે હૉસ્પિટલ ગયા હતા.
ગાંગુલીને હૃદય સંબંધીત બીમારી છે. જે બાદમાં હૉસ્પિટલના ડૉક્ટર સરોજ મંડલના નેતૃત્વમાં ત્રણ સભ્યનું બોર્ડ બનાવવામાં આવ્યું છે, જે તેમની સારવાર કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કર્યું છે કે, એ જાણીને ખૂબ દુઃખ થયું કે સૌરવ ગાંગુલીને હળવો હૃદય રોગનો હુમલો આવ્યો છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.
ગાંગુલી અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું. રિપોર્ટ પ્રમાણે સૌરવ ગાંગુલી છાતીમાં દુઃખાવા બાદ બેભાન થઈ ગયા હતા.૪૮ વર્ષીય ગાંગુલીની હાલત હવે સ્થિર છે. તેમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે જીમ વખતે તેમણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. આજે બપોરે ફરીથી આવી ફરિયાદ બાદ પરિવાર તેમના હૉસ્પિટલ લઈ ગયો હતો.SSS