બી એમ પટેલ વિદ્યાલય ગલોડિયામાં SSC શુભેચ્છા સમારંભ યોજાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ગલોડિયા કેળવણી મંડળ સંચાલિત બી એમ પટેલ ગલોડિયા વિદ્યાલયમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ તારીખ ૨૪-૩-૨૨ ના રોજ યોજાયો. સમારંભના અધ્યક્ષ સ્થાને રવિન્દ્રભાઈ એમ પટેલ ચેરમેન જમીન વિકાસ બેંક ખેડબ્રહ્માએ સ્થાન શોભાવ્યું.
બાળકોને આશીર્વચન આપવા સ્વામી સોહમપુરી મહારાજ લક્ષ્મીપુરા પધાર્યા. મુખ્ય મહેમાન પદે આર.જે. દેસાઇ અધ્યક્ષ અર્થશાસ્ત્ર વિભાગ ખેડબ્રહ્મા કોલેજ.હસમુખભાઈ પટેલ (સદસ્ગુય ગુ મા. શિક્ષણ ર્બો)જીતાભાઈ પટેલ (મંત્રી કે.એલ. હોસ્પિટલ) જશુભાઈ જાેશી (પૂ. વિસ્તરણ અધિકારર્) હાજર રહ્યા.
ગલોડીયા કેળવણી મંડળના પ્રમુખ પી.આર.પટેલ સાહેબ, મંત્રી એન વી પટેલ સાહેબ , કેળવણી મંડળ ના સભ્યઓ તથા ગલોડીયા QDCના આચાર્યો, ગલુડિયા ગામના આગેવાનો તથા વાલીઓએ ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને કન્યા કેળવણી અંતર્ગત શિલ્ડ તથા ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા,
સ્વાગત પ્રવચન કે એ પટેલીયા આચાર્ય પી એમ પટેલ વિદ્યાલય દ્વારા કરાયું. શાળાના મંત્રીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી ધોરણ ૧૦ ના વિદાય લઈ રહેલા બાળકોની ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભના અંતે પ્રમુખ પી.આર. પટેલ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ રાવલ દ્વારા સુંદર રીતે કરાયું હતું.