Western Times News

Gujarati News

બી.જે. મેડિકલના આસી. પ્રોફેસર ડો કાર્તિકેય પરમારને કોવિડ હોસ્પિટલમાં કામગીરી બદલ એવોર્ડ

અમદાવાદ, સિવિલ હોÂસ્પટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે અલગથી કોવિડ હોÂસ્પટલ તૈયાર કરાઈ છે. સામાન્ય રીતે કેટલાક ચોક્કસ ડોક્ટરો આ કોરોના વોર્ડમા કામ કરવા તૈયાર થતા નથી. આ Âસ્થતિમાં બી.જે. મેડિકલના આસી. પ્રોફેસર ડો કાર્તિકેય પરમાર હોÂસ્પટલ તૈયાર થઈ ત્યારથી સતત બે માસ કરતા વધુ સમયથી આ વોર્ડમા ફરજ બજાવી રહ્યાં છે. તેમની સેવાઓની કદરરૂપે બી.જે. મેડિકલ કોલેજ દ્વારા તેમને કોરોના વોરિયર્સ સ્ટાર ઓફ ધ મન્યનો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

સિવિલના કોરોના વોર્ડમા ડોકઢટરો તો ઠીક હવે તો દર્દીઓ પણ જતાં ડરી રહ્યાં છે. આ Âસ્થતિમાં બી.જે. મેડિકલ કોલેજના એક ડોક્ટર સતત બે માસથી કોઈપણ પ્રકારનાડર વગર દાખલ થતાં દર્દીઓની ખડેપગે સેવા કરી રહ્યાં છે. આ ડોક્ટરની સામે અત્યાર સુધીમાં અનેક દર્દીઓ સારા થઈને ઘરે ગયા છે તો અનેક દર્દીઓએ પોતાનો આખરી શ્વાસ પણ તેમની સામે લીધો છે. હાલની Âસ્થતિમાં હોÂસ્પટલમાં જ કેટલાક ડોક્ટરો એવા છે કે, કોવિડ હોÂસ્પટલમાં ફરજ બજાવવાની આવે તો યેનકેન પ્રકારે ટાળતા હોય છે.

આ Âસ્થતિમાં સતત કોરોના દર્દીઓની સેવા કરનારા ડોક્‌ટર ડો પરમારને આજે બી.જે. મેડિકલ કોલેજ દ્વારા તેમની કામગીરીના કદરરૂપે સ્ટાર ઓફ ધ મન્થનો એવોર્ડ આપીને નવાજવામાં આવ્યા હતા. આ મુદ્દે ડો કાર્તિકેય કહે છે કે ગત માર્ચ માસથી કોરોના આઈસોલેશન વોર્ડ ત્યારબાદ કોવિડ હોÂસ્પટલમાં ફરજ બજાવી રહ્યો છું મારી જિંદગીનો અદ્‌ભૂત અનુભવ રહ્યો છે, દર્દીઓ સાથે એવી લાગણીઓ બંધાઈ ચૂકી છે કે તેમનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.