બુકીંગની માહિતી આપવા કોર્પોરેશને 3 મેરેજ હોલ દીઠ 1 મેનેજર નિમ્યા
હોલમાં પડતી સગવડ-અગવડનુૃં લોકો પાસેથી ફીડબેક લેવાય છે
મેરેજ હોલની દિવાલોનેે સ્વચ્છતા અભિયાન, જળ એ જ જીવન,ખોરાકનો બગાડ ન કરો, આઝાદી કા અમૃત મહોત્સવ વગેરેનેેે લગતા સ્લોગનો ધરાવતી ભીંતચિત્રોથી રંગી કઢાશે.
(એજન્સી) અમદાવાદ, શહેરમાં લગ્નગાળો પુર બહારમાં ખીલી નીકળ્યો છે. મે મહિનામાં સર્વાધિક ૧૧ મુહુર્તો છે. જ્યારે જૂનમાં આઠ અને જુલાઈમાં છ મુહુર્ત છે. જે તે લગ્ન જેવા માંગલીક પ્રસંગોમાં નાગરીકોને મ્યુિસિપલ હોલ અને પાર્ટી પ્લોટના બુકીંગ માટે ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.
આનુ મુખ્ય કારણ માહિતીનો અભાવ છે. એટલે શાસકોએ મ્યુનિસિપલ સંચાલિત હોલ-પાર્ટી પ્લોટમાં બુકીંગને દર્શાવતા બોર્ડ મુકીને આવકારદાયક પગલુ ભર્યુ છે. તાજેતરમાં જ મળેલી મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ કમિટિમાં લોકોને પોતાના વિસ્તારના મ્યુનિસિપલ હોલ અને પાર્ટી પ્લોટ શોધવામાં મુુશ્કેલી પડી રહી છે એવી સભ્યોએે રજુઆત કરી હતી.
અનેક લોકો હોલના બુકીંગના મામલે પણ જાણકારીના અભાવે અંધારામાં અટવાતા હોય છે. જેના કારણે ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન અને બોડકદેવના કોર્પોરેટર દેવાંગ દાણીના આદેશથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા તમામને ૭૦ હોલમાં બુકીંગને લગતા બોર્ડ મુકાઈ ગયા છે.
આ ઉપરાંત લગ્ન સહિતના પ્રસંગો માટે પણ હોલને ભાડે લેનાર લોકોની ફરીયાદોના સ્થળ પર નિરાકરણ કે સુચનો લેવા જેવી કામગીરી માટેે ત્રણ હોલ દીઠ એક હોલ મેનેજરની નિમણુંક કરાઈ છે તેમ ટાઉન પ્લાનિગ કમિટિના ચેરમેન દેવાંગ દાણી કહે છે. તેઓ વધુમાં કહે છે કે લોકો તેમના પ્રસંગ દરમ્યાન પડેલી સગવડ-અગવડનુૃ તંત્રને ફીડબેક પણ આપી શકશે.
તેમનેે ડીપોઝીટ પરત લેતી વખતે ફીડબેક આપવાનુ ફોર્મ અપાશે. જાે કે આગામી દિવસોમાં તંત્ર દ્વારા જે તે હોલ-પાર્ટી પ્લોટ ખાતે ફીડબેક માટે ખાસ કયુઆર કોડ મુકાશે. દેવાંગ દાણીએ વધુમા જણાવ્યુ હતુ કે હવે ટૂૃક સમયમાં હોલની દિવાલોનેે સ્વચ્છતા અભિયાન, જળ એ જ જીવન,ખોરાકનો બગાડ ન કરો, આઝાદી કા અમૃત મહોત્સવ વગેરેનેેે લગતા સ્લોગનો ધરાવતી ભીંતચિત્રોથી રંગી કઢાશે. અને લોકોમાં અન્ન, જળ, સ્વચ્છતા વગેરે સંબંધી જાગૃતિ લાવવાના પ્રયાસ કરાશે.