બુટલેગરોને પીકઅપ ડાલામાં બગડેલા ટામેટા નીચે દારૂ સંતાડવો મોંઘો પડ્યો
શામળાજી પોલીસે ૧.૪૭ લાખના દારૂ સાથે ત્રણ ખેપીયા ઝડપ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો વચ્ચે વિદેશી દારૂના શોખીનો દારૂ પીવા માટે બહાના બનાવી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘટઘટાવી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત જીલ્લાના માર્ગો પરથી દેશી-વીદેશી દારૂની હેરાફેરી અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશ અપાતા જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી રહ્યું છે રાજસ્થાનના ત્રણ બુટલેગરો પીકઅપ ડાલામાં બગડેલા ટામેટાના કેરેટ નીચે વિદેશી દારૂની ખેપ મારવા નીકળ્યા હતા શામળાજી પોલીસને કેરેટમાં બગડેલા ટામેટા જોવા મળતા દાળમાં કઈ કાળું લાગતા ટામેટા ભરેલ કેરેટ નીચે તપાસ કરતા ૪૩ પેટી વિદેશી દારૂ મળી આવતા ત્રણે બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
શામળાજી પીએસઆઇ આશીષ પટેલ વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવવા રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં સતત વીવીધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઘુસાડાતા બુટલેગરો અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે શામળાજી પોલીસે અણસોલ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી પીકઅપ ડાલામાં બગડેલા ટામેટાના કેરેટની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ -૪૩ કીં.રૂ.૧૪૭૧૨૦/- નો જથ્થો જપ્ત કરી રાજસ્થાન બ્યાવરના ૧)પવનસિંહ ભંવરસિંહ રાવત,૨)રાજેન્દ્રસિંહ સોહનસિંહ રાવત અને ૩)રાજેન્દ્રસિંહ ચીમનસિંહ રાવતની ધરપકડ કરી વિદેશી દારૂ,મોબાઈલ અને પીકઅપ ડાલુ મળી કુલ.રૂ.૩.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી આપનાર બ્યાવરના અજાણ્યા ઠેકેદાર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.