બુટલેગરોમાં સીલ્કરૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર પોલીસનું ચેકીંગ
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરોના સીલ્કરૂટ તરીકે જાણીતો છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે
જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી દારૃબંધીની અમલવારી માટે શખ્ત કાર્યવાહી કરવામાં આવતા રતનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની ઘૂસણખોરી પર જીલ્લા પોલીસતંત્ર મહદંશે સફળ રહ્યું છે ચૂંટણીઓ જાહેર થતાની સાથે દારૂની રેલમછેલ મોટા પ્રમાણમાં થતી હોય છે
ત્યારે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા બુટલેગરોમાં સીલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક રાજસ્થાન રાજ્યના પ્રવેશદ્વારે આવેલ રતનપુર ચેકપોસ્ટ પર પોલીસે રાઉન્ડ ધી ક્લોક રાજસ્થાનમાંથી પ્રવેશતા નાના-મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવાની સાથે સમગ્ર હાઈવે પર પેટ્રોલીંગ શરૂ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
બુટલેગરોએ હવે મહીસાગર જીલ્લાની સરહદો પરથી વિદેશી દારૂના વાહનોની લાઈન ચાલુ કરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો મતદારોને રીઝવવા નાણાંની કોથળી ખુલ્લી મુકવાની સાથે વિદેશી દારૂની રેલમછેલ કરતા હોવાનું જગજાહેર છે રાજ્યમાં દારૂબંધી હોવાથી વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપલો કરી સ્થાનીક અને પરપ્રાંતીય બુટલેગરો ખીસ્સા ભરી રહ્યા છે
ત્યારે સ્થાનીક ચૂંટણીમાં વિદેશી દારૂની ડિમાન્ડને પહોંચી વાળવા બુટલેગરો મોટા પ્રમાણમાં સક્રીય થયા છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ રતનપુર ચેકપોસ્ટ સહીત તમામ આંતરરાજ્ય સરહદો પર મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા બુટલેગરો ન છૂટકે વિદેશી દારૂ ઘુસાડવા મહીસાગર જીલ્લાનો સહારો લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે