બુટલેગરો ક્રેન પાછળ ટોઇંગ કરેલી ડસ્ટર ગાડીમાં વિદેશી દારૂની પોટલીઓની ખેપ મારતા ઝડપાયા

શામળાજી પોલીસે ખેપ નિષ્ફ્ળ બનાવી
બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે બુટલેગરોની નવી ટેકનીકનો પર્દાફાશ કર્યો છે બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવા ક્રેન પાછળ ડસ્ટર ગાડી ટોઇંગ કરી ડસ્ટર ગાડીમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની પોટલીઓ સંતાડી રાજસ્થાન તરફથી ખેપ મારવાના કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો પોલીસ પણ બુટલેગરોની ટેકનીક જોઈ માથું ખંજવાળતી રહી ગઈ હતી શામળાજી પોલીસે ૫ બુટલેગરોની ધરપકડ કરી ૨૮ હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો
શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી મહિન્દ્રા પીકઅપ ડાલામાં બનાવેલી ક્રેન પાછળ ડસ્ટર ગાડી ટોઇંગ કરી આવી રહી હતી પોલીસને ક્રેનમાં ટોઇંગ કરેલી ડસ્ટર ગાડી શંકાસ્પદ જણાતા ક્રેઈનને અટકાવી હતી અને પાછળ ટોઇંગ કરેલ ડસ્ટર ગાડીમાં ચેકીંગ હાથધરતા ગાડીના પાછળના ભાગના બંને પડખા અને ડેશબોર્ડ માંથી ગુપ્તખાના મળી આવતા પોલીસે ગુપ્તખાનામાં તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો
પોલીસે ડસ્ટર ગાડીમાંથી પ્લાસ્ટીક થેલીમાં ભરેલ વિદેશી દારૂ નંગ-૭૦ કીં.રૂ.૨૮૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ૫ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કુલ મુદ્દામાલ રૂ.૫.૪૧ લાખનો જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના અશોક નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પોલીસે ઝડપેલ બુટલેગરો,
૧)હરેશ રાવજીભાઈ ઝાપડીયા (રહે,નાળિયેરી,ચોટીલા)
૨)વિજય ભુપતભાઇ મકવાણા (રહે,નાળીયેરી,ચોટીલા)
૩)કૂનતીયા જયસુખ રાજુભાઈ (રહે,નવા ચોટીલા)
૪)દેવજી મનશુખભાઈ સંઘાણી (રહે,નવાગામ,બામણણબોર,રાજકોટ )
૫)જીવનસિંઘ વિજયસિંઘ રાવત (રહે,રાજસ્થાન)
વોન્ટેડ બુટલેગર
૧)અશોક (બ્યાવર,રાજસ્થાન )