બુધવારે કુમકુમ મંદિર દ્વારા ભગવાનને હિંડોળા માંથી ઉતારવામાં આવશે
હવે ભગવાનના હિંડોળા દર્શન આવતા વર્ષે એટલે કે અગિયાર મહિના પછી થશે અષાઢ વદ બીજથી સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા નો પ્રારંભ થયો હતો અને જેની પુર્ણાહુતી શ્રાવણ વદ બીજના રોજ કરવામાં આવશે
હિંડોળા અંગેની માહિતી આપતાં કુમકુમ મંદિર ના સાધુ પ્રેમ વત્સલ દાસજી જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદ આનંદ પ્રિયદાસજીસ્વામીની નિશ્રામાં ભગવાનના હિંડોળા શણગારી અને તેમાં બિરાજમાન કરવામાં આવતા હતા
હાલ કોરોનાવાયરસ ચાલી રહ્યો હોવાથી મંદિરમાં ભક્તોને દર્શન માટે આવી શકતા ન હતા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ youtube ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતું જેના કારણે દેશ વિદેશના ભક્તો પણ હિંડોળા દર્શનનો લાભ લઈ શકતા હતા
રક્ષાબંધનના દિવસે નાદરી ગામ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજ ને વિવિધ ફૂટના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૌ કોઈની શ્રી સ્વામિનારાયણ ભગવાન કોરોનાવાયરસ થકી રક્ષા કરે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને અંતમાં સદગુરુ શાસ્ત્રી આનંદ સ્વામી એ સૌને આશિર્વચન પાઠવ્યા હતા.