બુમરાહની પહેલી અર્ધસદી પર કોહલી ઉછળી પડ્યો
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત ૧૭ ડિસેમ્બરથી થશે. તે પહેલા સિડનીના મેદાન પર પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા એ અને ભારતની વચ્ચે રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહએ કમાલ કર્યો છે. પરંતુ આ વચ્ચે બોલિંગમાં નહીં પરંતુ બેટિંગમાં.
જી હાં, ઓસ્ટ્રેલિયા એના બોલરોને બુમરાહએ બેટિંગથી ધોયા. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ ૧૯૪ રન બનાવ્યા. ભારતીય ટીમ ૧૫૦ રન પણ પુરા કરી શકતી નહીં જાે બુમરાહનું બેટ ચાલ્યું ન હોત.
જસપ્રીત બુમરાહએ મેચમાં શાનદાર બેટિંગ કરી અને અર્ધસદી ફટકારી. તેણે સિક્સ મારી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેમણે ૫૭ બોલમાં ૬ ફોર અને ૨ સિક્સની મદદથી ૫૫ રનની નાબાદ બેટિંગ કરી. આ બુમરાહના કરિયરની પ્રથમ ફસ્ટ ક્લાસ ફિફ્ટી છે. વિરાટ કોહલી આ મેચનો ભાગ નથી પરંતુ તે આ મેચ જાેઈ રહ્યો છે.
જ્યારે બુમરાહએ બેટ ઉઠાવ્યું તો સ્ટેન્ડ્સમાં વિરાટ કોહલી ઉછળી પડ્યો. ત્યારે ડ્રેસિંગ રૂમમાં બાકી ખેલાડીઓએ તાલીઓ પાડી હતી. વિરાટનું આ રિએક્શન સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.