બુમરાહે સંજના ગણેશનની સાથે નવા ફોટો શેર કર્યા
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેએ ૧૫ માર્ચે ગોવામાં એક અંગત સમારોહમાં લગ્ન અને ગુરુદ્વારામાં અનંત કારજની વિધિ કરી હતી. બુમરાહ અને સંજનાએ લગ્ન બાદ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી પ્રશંસકોને ખુશખબર આપી હતી. લગ્ન બાદ આ બંનેની મહેંદી, હલ્દી અને સંગીત સેરેમનીની અનેક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા.
બુમરાહ અને સંજનાએ લગ્ન બાદ હવે પોતાના રિસેપ્શનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામથી પોતાના રિસેપ્શનની તસવીરો શૅર કરી પ્રશંસકોને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા માટે ધન્યવાદ કહ્યા છે. આ પહેલા પોતાની લગ્નની જાણકારી આપતા બુમરાહ અને સંજનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, પ્રેમથી પ્રેરિત થઈને અમે એક સાથે એક નવી યાત્રા શરૂ કરી છે. આજનો દિવસ અમારા જીવનના સૌથી ખુશી દિવસ પૈકીનો એક છે
અમે અમારા લગ્નના સમાચાર અને પોતાની ખુશી આપની સાથે શૅર કરતાં ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ. જસપ્રીત બુમરાહે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામથી સંજના ગણેશન સાથેની બે તસવીરો શૅર કરીને લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસ જાદુથી ઓછા નથી. અમે સૌ આપના પ્રેમ અને ઈચ્છાઓ માટે ખૂબ આભારી છીએ. ધન્યવાદ. રિસેપ્શન પ્રસંગે જસપ્રીત બુમરાહે કાળા રંગનો સૂટ અને સંજના ગણેશને પર્પલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.
બીજી તરફ, સંજના ગણેશને પણ રિસેપ્શનની બે તસવીરો શૅર કરતાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી અમારી પર વરસી રહેલા પ્રેમથી અભિભૂત છીએ. અમે એક ખૂબ જ ઉત્સાહ સાથે આપના સંદેશ અને શુભકામનાઓ વાંચી રહ્યા હતા. ધન્યવાદ. સંજના ગણેશને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. જાેકે તેણે મોડલિંગ તરફ પ્રયાણ કર્યું અને વર્ષ ૨૦૧૪માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી હતી. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્સ્ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ ૨૦૧૩માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ પણ જીત્યું હતું.