બુર્કિના ફાસની ચર્ચામાં હુમલો ૧૪ લોકોના મોત
બુર્કિનાફાસો, પૂર્વી બુર્કિના ફાસોના એક ગિરજાધરમાં થયેલ હુમલામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત નિપજયા હતાં અહીં શ્રધ્ધાળુઓને નિશાન બનાવી આ વર્ષ અનેક હુમલા કરવામાં આવ્યા છે. એક સરકારી યાદીમાં જણાવાયુ છે કે નાઇઝરથી લાગેલ સીમાની પાસે હૈનતોકુઉરા શહેરમાં પ્રાર્થના દરમિયાન હથિયારોથી સજજ અજાણ્યા લોકોએ પ્રોટેસ્ટેંટ ગિરજાધર પર હુમલો કર્યો.
યાદીમાં કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યથી આ હુમલામાં ૧૪ લોકોના મોત નિપજયા હતાં અને અન્ય અનેકને ઇજા થઇ હતી સુરક્ષા સુત્રોએ જણાવ્યું છે કે સૈનિક હુમલાખોરોની શોધ કરી રહી છે હુમલાખોર ધટનાને પરિણામ આપ્યા બાદ સ્કુટરથી ફરાર થઇ ગયા હતાં. એ યાદ રહે કે આ પશ્ચમી આફ્રીકી દેશમાં ફેબ્રુઆરીથી ખ્તિસ્તી સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે આ પહેલા થયેલ હુમલામાં ૨૧ લોકોના જીવ ગયા હતાં.