બુર્કિના ફાસોમાં આંતકીઓનો હિચકારો હુમલો, ૪૭નાં મોત

નવીદિલ્હી, ઉત્તરી બુર્કિના ફાસોમાં એક શંકાસ્પદ ઈસ્લામી ચરપંથીઓએે ઘાત લગાવીને એક કાફિલા પર હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં ૧૭ સૈનિકો અને સ્વયંસેવી રક્ષા લડાકોની સાથે ઓછામાં ઓછા ૩૦ નાગરીકોના મોત નિપજ્યા છે. સરકારે આ જાણકારી આપી છે. જાેકે બુર્કિના ફાસોના સહેલ ક્ષેત્રમાં થયેલા આ હુમલાની હાલમાં કોઈએ પણ જવાબદારી લીધી નથી. પરંતુ અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સમૂહ સાથે જાેડાયેલા આતંકવાદી પશ્ચિમ આફ્રિકી દેશોમાં સુરક્ષાદળો પર હુમલા કરતા રહે છે.
જાેકે એક હમલામાં ઉત્તરી વિસ્તારમાં ૧૫ સૈનિકો અને ચાર સ્વયંસેવી લડાકો સહિત ૩૦ લોકોના મોત નિપજ્યા હતા. અંદાજીત એક અઠવાડિયા પહેલા આંતકીઓએ પશ્ચિમ બુર્કિના ફાસોમાં સૈનિકોના એક સમૂહ પર ઘાત લગાવીને હુમલો કરી દીધો હતો. જેમાં ૧૨ લોકોના મોત નિપજ્યા હતા. અર્થવ્યવસ્થા અને નીતિ પર કેન્દ્રિત મોરક્કો સ્થિત એક સંગઠન પોલીસી સેન્ટર ફોર ધ ન્યૂ સાઉથની સીનિયર ફેલો રીડા લ્યામૂરીએ જણાવ્યું હતું કે આંતકવાદીઓએ સેનાની સુરક્ષા છત્તાં નાગરીકો પર હુમલો કરવાની પોતાની ક્ષમતા બતાવી છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે એ જાણકારી હતી કે સુરક્ષાદળો ક્યાંથી પસાર થવાના હતા.HS