Western Times News

Gujarati News

બુર્જ ખલિફા ટીમ ઇન્ડિયાની નવી જર્સીના રંગમાં રંગાયું

નવી દિલ્હી, ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી ગઈકાલે જ લોન્ચ કરવામાં આવી હતી. આ જર્સી ટીમ ઇન્ડિયાના ફેન્સ દ્વારા પ્રેરિત છે. લોન્ચિંગના દિવસે વિશ્વની સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ પણ ટીમ ઇન્ડિયાની જર્સીના રંગમાં રંગાઈ ગઈ હતી.

આનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં નવી જર્સી સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીર દેખાય છે. એમપીએલ સ્પોર્ટ્‌સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જર્સી પર ચાહકોની લાગણી દર્શાવવામાં આવી છે. તે ચોક્કસ ‘ધ્વનિ તરંગ’ ની પેટર્ન દ્વારા દર્શાવવામાં આવી છે. જર્સીમાં ડાર્ક બ્લુ કલરનાં બે શેડ આપવામાં આવ્યા છે.

જર્સી લોન્ચ થયા બાદ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે અને તેમના ઉત્સાહ અને ઉર્જાની ઉજવણી કરવા માટે જર્સી પર તેને બતાવવા કરતાં વધુ સારી રીત કોઈ નથી.

તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તેનાથી ટીમને ટી ૨૦ ચેમ્પિયન બનવામાં જરૂરી સમર્થન મળશે. જર્સી લોન્ચ કરવાની સાથે ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની ૧૫ સભ્યોની ટીમમાં ફેરફાર કર્યો હતો. લેફ્ટ હેન્ડ સ્પિન બોલર અક્ષર પટેલની જગ્યાએ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

અક્ષર હવે શાર્દુલની જગ્યાએ રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે રહેશે. ટીમમાં કુલ ૩ રિઝર્વ ખેલાડીઓ છે. આ ઉપરાંત ૮ અન્ય ખેલાડીઓને પણ ટીમમાં તૈયારી માટે ઉમેરવામાં આવ્યા છે. એટલે કે ૧૫ સભ્યોની ટીમ સિવાય ૧૧ વધારાના ખેલાડીઓ ટીમ સાથે રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.