બુલબુલ વાવાઝોડાંથી પશ્ચિમ બંગાળમાં ૧૯૦૦૦ કરોડનું નુકસાન
કોલકતા, બુલબુલ વાવાઝોડું બાંગ્લાદેશ તરફથ આગળ વધતા પહેલા પ.બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાંથી થયેલ અંદાજિત નુકસાન ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી લઇને ૧૯,૦૦૦ કરોડ રૂપિયા વચ્ચે થઇ શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી હતી. એ યાદ રહે કે વાવાઝોડાંએ શનિવાર (૯ નવેમ્બર)ની અડધી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કિનારાઓને પોતાની ઝપેટમાં લીધુ હતું.જેને લઇને ૧૪ લોકોના મોત થયા. આનાથી અસરગ્રસ્ત રાજ્યના અલગ અલગ ભાગોમાં ૧૦ લોકોના મોત થયા, જ્યારે ૨.૭૩ લાખ પરિવાર પ્રભાવિત થયા છે.
મામલે નિવેદન આપતા એક આઈએએસ અધિકારીએ જણાવ્યું કે વાવાઝોડાં પ્રભાવિત વિસ્તારોનો સર્વે કર્યા બાદ અલગ અલગ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાથમિક રિપોર્ટથી એક અંતરિમ અનુમાન તૈયાર કરવામાં આવ્યું છે. અંતિમ અનુમાન તે વિભાગો દ્વારા પોતાના રિપોર્ટ રજૂ કર્યા બાદ જ લગાવવામાં આવશે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે તબાહીને જોતા એવું કહી શકાય કે આનાથી મોટું નુકસાન થયું છે. પરંતુ સચોટ અનુમાન રિપોર્ટ મળ્યા બાદ જ જણાવી શકાશે. આઈએએસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક અનુમાનો અનુસાર, નુકસાન ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી ૧૯,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્યારે ઉત્તર ૨૪ સબડિવિઝન, દક્ષિણ ૨૪ સબડિવિઝન અને પૂર્વી મિદનાપુર જિલ્લામાં નુકસાનની સમગ્ર રિપોર્ટ હજુ સુધી સચિવાલય નથી પહોંચી શકી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ મંગળવારે આની સમગ્ર રિપોર્ટ માંગી છે.