Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખની પેનલ્ટી થશે

પ્રતિકાત્મક

પાણીની સમસ્યા હળવી કરવા ખાડીયામાં નવા ત્રણ બોર બનાવવામાં આવશે

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદના સાબરમતી ટોરેન્ટ પાવરથી કેશવનગર તરફ જવાના રોડ ઉપર જે.પી ની ચાલી પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી ગઈ હતી આ મામલે મનપા ઘ્વારા બુલેટ ટ્રેન પાસેથી વસુલવામાં આવશે. રૂ. 50 લાખની પેનલ્ટી વસુલવામાં આવશે.

ખાડીયામાં પાણીની સમસ્યા દૂર કરવા માટે નવા બોર બનાવવામાં આવશે જયારે વર્ષો જૂની ડ્રેનેજ લાઈનોને રી-હેબ કરવા માટે વોટર કમિટી એ મંજુરી આપી છે. Three new bores will be constructed in the creek to ease the water problem

મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટિના ડેપ્યુટી ચેરમેન ભરતભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની 1500 mmની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે પાણીનો વાલ બંધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનનાં સાબરમતી, સ્ટેડિયમ, નવા વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોને અસર થઇ હતી.

આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાંથી સપ્લાય બંધ રહ્યો છે. બે દિવસ અપૂરતું તેમજ ઓછા પ્રેશરથી પાણી લોકોને મળતાં નાગરિકો હેરાન થયા હતા.આ મામલા ને ગંભીરતાથી લેવામાં આવ્યો છે તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના કોન્ટ્રાક્ટરને રૂ.50 લાખની પેનલ્ટી કરવામાં આવશે. શહેરના અનેક વિસ્તારોમાં 35-40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો છે. જેમાં વારંવાર ભંગાણ થાય છે. આવી સાત લાઈનોને રૂ.235 કરોડના ખર્ચથી રી-હેબ કરવામાં આવશે.

ખાડીયા વિસ્તારમાં આ કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાના કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં ત્રણ બોર બનાવવાની સૂચના આપવામાં આવી છે. અગાઉ બોર બનાવવા માટે યોગ્ય જગ્યા મળી નહતી.

તેથી હવે, પાંચ લોકેશન પસંદ કરી ફિઝીબીલીટી ના આધારે ત્રણ સ્થળે બોર બનાવવામાં આવશે. શહેરમાં પડેલાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પરાયા હતા જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થયા હતા વરસાદમાં પાણી ભરાય છે ત્યારે અધિકારીઓને કર્મચારીઓને તાત્કાલિક ફિલ્ડમાં ઉતારવાના આદેશો મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા.

જો કે, કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ચાલુ વરસાદ દરમિયાન કાંઈ પણ અધિકારીઓ કર્મચારીઓ ફિલ્મમાં જ દેખાતા નથી જેથી હવે કોર્પોરેશનના એપ્રન પહરેલા કર્મચારીઓ તાત્કાલિક ફિલ્ડમાં ઉતરે તેમ તાકીદ કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.