બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોને ટ્રેનિંગ સર્ટિફિકેટ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કીટનું વિતરણ કરાયું
ત્રણ યુવકો ને નોકરીના લેટર અપાયા.
ભરૂચ: બુલેટ ટ્રેન ના અસરગ્રસ્તો ને ટ્રેનિંગ સર્ટિફિકેટ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ ના અસર ગ્રસ્તો ના જીવન નિર્વાહ માટે વિશેષ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમાર્થીઓ ની તાલીમ પૂર્ણ થતા તેઓ ને ઈન્કમ રેસ્ટોરન્ટ ટ્રેનિંગ સર્ટિફિકેટ તેમજ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કીટ વિતરણ માટે ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેના અધ્યક્ષ પદે જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા ઉપરાંત કંપની ના ઉચ્ચ અધિકારીઓ અમિયાન્સુ દાસ,સિનિયર મેનેજર અનિલ વર્મા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોમ્પ્યુટર હાર્ડવેડ એન્ડ નેટવર્કિંગ ના ૧૭ તાલીમાર્થીઓ ને સર્ટિફિકેટ તેમજ ૧૪ બ્યુટી કીટ એનાયત કરવામાં આવી હતી.