Western Times News

Gujarati News

બુલ્ગારિયામાં પુત્રીઓને લગ્ન માટે બજારમાં વેચાય છે

સ્તારા જાગોર, શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં પુત્રીઓને લગ્ન માટે બજારમાં વેચવામાં આવે છે? ચોંકી ગયા ને! આજે અમે તમને તે દેશ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં બજારમાં લગ્ન માતે છોકરીઓની બોલી લગાવવામાં આવે છે. એટલું જ નહી તેમના માતા-પિતા જ તેમને બજારમાં લઇને જાય છે. છોકરીઓને તેમના માતા-પિતા દુલ્હનોના માર્કેટમાં લઇને પહોંચે છે.

આ બજારમાં દુલ્હનના તમામ ખરીદદાર હોય છે, જે તેમની બોલી લગાવે છે. જે સૌથી વધુ બોલી લગાવે છે માતા-પિતા પોતાની પુત્રીનો સંબંધ તેમની સાથે નક્કી કરી દે છે. બુલ્ગારિયાના સ્તારા જાગોર નામની જગ્યા પર વર્ષમાં ચાર વાર દુલ્હનોનું બજાર લાગે છે. અહીં આવનાર વરરાજા પોતાની પસંદની દૂલ્હન ખરીદીને પોતાની પત્ની બનાવી શકે છે.

એક રિપોર્ટ અનુસાર આ માર્કેટમાં લઇ જનાર છોકરીઓ મોટાભાગે સગીરા હોય છે. આ છોકરીઓની ઉંમર માત્ર ૧૩ થી ૧૭ વર્ષની હોય છે. દુલ્હનોનું બજાર કલાઇદઝી સમુદાય તરફથી લગાવવામાં આવે છે અને આ સમાજના લોકો દુલ્હન ખરીદે પણ છે. અહીં કોઇ બહારની વ્યક્તિ દુલ્હન ખરીદી ન શકે.

એક રિપોર્ટ અનુસાર આ સમાજમાં લગભગ ૧૮૦૦૦ લોકો છે. કહેવામાં આવે છે કે આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરા સામે કોઇ વાંધો થી, કારણ કે તેમને શરૂઆતથી જ તેના માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. જાણકારી અનુસાર આ સમુદાયના લોકો પોતાની પુત્રીઓનું ભણતર જલદી છોડાવી દે છે.

કહેવામાં આવે છે કે દુલ્હનોના બજારમાં આવનાર છોકરીને ઘરનું કામ આવડવું જાેઇએ અને તે નાની ઉંમરની હોવી જાેઇએ. ત્યારબાદ સોદાની રકમ નક્કી કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બજારમાં છોકરીઓનો સોદો ૩૦૦ થી ૪૦૦ ડોલર સુધી થાય છે.

દુલ્હનોના બજારમાં પહોંચવા માટે આ છોકરીઓ ઘણા દિવસો પહેલાંથી જ તૈયારી શરૂ કરી દે છે. મોટાભાગના પૈસા મળવા માટે તેમનું સુંદર દેખાવવું જરૂરી છે. તેના માટે તે સારા કપડાં અને મેકઅપ સાથે બજારમાં આવે છે. બજારમાં છોકરીઓ પસંદ આવ્યા બાદ છોકરી તેને પત્ની માની લે છે. ત્યારબાદ બંનેના માતા-પિતાને આ લગ્ન માટે રાજી થવું પડે છે. છોકરા અને છોકરી વચ્ચે ઘર પરિવાર અને આવક પર વાતચીત થાય છે. પછી પરિવારજનો લગ્નની રકમ નક્કી કરે છે અને સંબંધ થઇ જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.