બુશ, ક્લિન્ટન અને ઓબામાનું લાઇવ વેક્સિનેશન થશે
વોશિંગ્ટન, બ્રિટનમાં કોરોના વેક્સિનની મંજૂરી આપી દેવાઈ છે. અમેરિકામાં ઝડપથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું અપ્રૂવલ મળી શકે છે. અમેરિકાના 3 પૂર્વ પ્રેસિડેન્ટ્સે નિર્ણય કર્યો છે કે તેઓ ટીવી પર લાઈવ ઈવેન્ટમાં વેક્સિન લગાવી શકે છે, જેની કવાયતનો હેતુ લોકોમાં વેક્સિન અંગેની આશંકાઓ અને ડરને દૂર કરવાનો છે.
બીજી બાજુ, પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન અને વાઈસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જેવી જ વેક્સિનને અપ્રૂવલ મળશે એને જરૂર લગાવડાવશે. ખાસ વાત તો એ છે કે આ બાબતમાં હજુ સુધી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ બોલ્યા નથી.
‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ પ્રમાણે, વાઈસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે એ આશંકાઓ અંગે જવાબ આપી દીધો છે કે જેવી વેક્સિનને મંજૂરી મળશે તો હું એને લગાવીશ. અમે બસ, FDAની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ.