બુસ્ટર ડોઝ લીધા પછી પણ કોરોનાઃ તબિયથ સ્ટેબલ
(એજન્સી) અમદાવાદ, સિવિલ અને સોલા સિવિલમાં કોરોના વોરિયર્સના સંક્રમિત થવાનો આંકડો હવે ૮૬ ઉપર પહોંચ્યો છે. એક પછી એક સ્ટાફ કોરોના સંક્રમિત થતા ફ્રંટલાઈન કોરોના વોરિયર્સમાં ગભરાટના માહોલ છે. જાે કે રાહતની બાબત એ છે કે મોટાભાગે સ્થિર છે.
સોલામાં માંડ એક નર્સ દાખલ છે જ્યારે અગાઉ સિવિલમાં એક ડોક્ટરને દાખલ કરવા પડ્યા હતા. જેમને રેમડેસિવિર ઈન્જેકશન આપવાની જરૂર પડી હતી. સોલા સિવિલમાં સ્ટાફમાં વધુ આઠ કોરોનાના કેસ સામે આવ્યા છે.
સોલા સિવિલના આરએમઓ ડો.પ્રદિપ પટેલે જણાવ્યુ હતુ કે સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. જે પૈકી ૧પ ડોક્ટર, ૧પ નર્સ્િંાગ સ્ટાફ, ત્રણ પેરા મેડીકલ સ્ટાફ અને એક સર્વન્ટને ે કોરોના છે. સુત્રો કહે છે કે મોટાભાગના વોરિયર્સની તબિયત સ્ટેબલ છે.
સોલા સિવિલના સુપ્રિટેન્ટેન્ડ ડો.દિપીકા સિંઘલ પણ કોરોનાગ્રસ્ત છે. તેમની તબિયત પણ સ્થિર છે. બીજી તરફ અસારવા સિવિલ હોસ્પીટલમાં છેલ્લે વધુ દસ નર્સ સંક્રમિત થયા હતા. ત્યાં પ૪ને કોરોના થયો છે જે પૈકી ૩૦ નર્સ, ર૧ ડોક્ટર અને ત્રણ પેરામેડીકલ સ્ટાફ સામેલ છે. બુસ્ટર ડોઝ લીધા પછી પણ કેટલાંક કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. જાે કે તમામ સ્ટેબલ છે. દવાની જરૂર પડતી નથી. તેઓ હોમ આઈસોલેટ છે.