બૂક એર એમ્બ્યુલન્સે ગુજરાતમાં સસ્તી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી
બૂક એર એમ્બ્યુલન્સ સૂરતથી શરૂ કરીને ગુજરાતના 15 એરપોર્ટ શહેરો અને નગરોને આવરી લેશે
ગુજરાતને કોઈ પણ શહેર અને નગરના ગંભીર રીતે બીમાર દર્દીઓને હવાઈ માર્ગે લઇ જવા માટે ભારતની પ્રથમ સસ્તી એર એમ્બ્યુલન્સ સેવા મળશે
અમદાવાદ, નવી દિલ્હી સ્થિત ફ્લેપ્સ એવિએશન પ્રાઇવેટ લિમિટેડેના એક સાહસ- બૂક એર એમ્બ્યુલન્સે ગુજરાતમાં ‘કૅશલેસ એર એમ્બ્યુલન્સ’ તરીકે ઓળખાતી ભારતની પ્રથમ સસ્તી ઓનલાઇન એર એમ્બ્યુલન્સ સેવા આજે શરૂ કરી છે.સુરતમાં સૌ પ્રથમ ‘કૅશલેસ એર એમ્બ્યુલન્સ’ સેવા શરૂ કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, પોરબંદર, કંડલા, માંડવીયા, મીઠાપુર, મુન્દ્રા, અમરેલી, કેશોદ અને નલિયાના અન્ય 14 એરપોર્ટ શહેરોને આવરી લેવામાં આવશે.
આ હવાઇમથકો પરથી બૂક એર એમ્બ્યુલન્સ એરપોર્ટના શહેર અને આસપાસના નગરો અથવા ગામોના લોકોને ‘કેશલેસ એર એમ્બ્યુલન્સ’ સેવાઓ પૂરી પાડશે. તે લોકોને એવા ગંભીર રીતે બીમાર દર્દીઓને હવાઈ માર્ગે ઝડપથી, સલામત અને સગવડતાપૂર્વક પરિવહન કરવામાં મદદ કરશે કે જેઓ હ્રદયરોગનો હુમલો, ન્યુરોલોજિકલ સમસ્યાઓ, દાઝવાથી થયેલી ઇજાઓ, ઘણા બધાં ફ્રેક્ચર, જુદાજુદા અંગોની નિષ્ફળતા અથવા માર્ગ અકસ્માતની ઘટનાઓ, વગેરે જેવી જીવલેણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય.
એર એમ્બ્યુલન્સ ઇવૈક્યૂએશન દર્દીઓનું આ‘ એરપોર્ટથી એરપોર્ટ’ એર મેડિકલ સ્થળાંતર દર્દીનું જીવન બચી જવાની શક્યતાને વધારશે. કંપની બધી એર એમ્બ્યુલન્સ ઇવૈક્યૂએશન ફ્લાઇટ્સ માટે બે એન્જિન એરક્રાફ્ટનો ઉપયોગ કરશે‘કેશલેસ એર એમ્બ્યુલન્સ’ સેવા એક સભ્યપદ કાર્યક્રમ છે જે છ સભ્યોના પરિવારને રૂ. 5,000 પ્લસ જીએસટીની સસ્તી કિંમતે ખૂબ જરૂરી સુરક્ષા છત્ર આપશે. તેને ખરેખર કૅશલેસ બાબત બનાવવા માટે વધુમાં તે ચોક્કસ ગંભીર તબીબી કટોકટીઓ માટે એક સભ્યને ભારતમાં ગમે ત્યાં એક એર લિફ્ટિંગ સંપૂર્ણપણે કૅશલેસ (વિના મૂલ્યે) પ્રદાન કરશે.
તે હવાઈ ટ્રાફિક પર અથવા અથવા દર્દીઓના અન્ય તમામ પરિવહન પર સામાન્ય એર એમ્બ્યુલન્સ ચાર્જ પર 50 ટકાની છૂટ પણ આપશે. આ કાર્યક્રમ દર વર્ષે રીન્યુ થઈ શકશે અને સભ્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો, દવાની દુકાનો, નિદાન કેન્દ્રો, આરોગ્ય ઉત્પાદનો, વગેરેનો આકર્ષક દરોએ લાભ લઈ શકે છે. કંપની ગંભીર પરિસ્થિતિઓમાં દર્દીને બચાવવા માટે તેના એરક્રાફ્ટ્સ, અનુભવી ડૉકટરો, પેરામેડિક ક્રૂ, અદ્યતન તબીબી ઉપકરણો અને અનુભવી પાઇલટ્સ દ્વારા દર્દીઓનું પરિવહન કરશે.’કેશલેસ એર એમ્બ્યુલન્સ’ કાર્યક્રમના પ્રારંભ અંગે બોલતા ફ્લેપ્સ એવિએશનના કેપ્ટન, સ્થાપક અને સીઈઓ કેપ્ટન અમિત કુમારે જણાવ્યું હતું કે, “ગુજરાતના દૂરના શહેરો અને નગરોના લોકો કટોકટીની પરિસ્થિતિઓમાં દર્દીઓને લઈને અમદાવાદ, નવી દિલ્હી અથવા મુંબઈ જેવા શહેરોમાં દોડી જાય છે, જ્યાં દર્દીની અમૂલ્ય જિંદગીને બચાવવામાં સમય અને અંતર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
અમે પરવડે એવી એર એમ્બ્યુલન્સ સેવાઓ વડે દર્દીઓના જમીન પરના પરિવહનનો એક મજબૂત વિકલ્પ પ્રદાન કરવા માગીએ છીએ, જેથી સામાન્ય લોકોને પણ તે પોષાઈ શકે.કેશલેસ એર એમ્બ્યુલન્સ પ્રોગ્રામ વડે અમે ગુજરાતના દરેક ભાગમાં અમારી સસ્તી અને ઝડપી એર મેડિકલ સ્થાનાંતરણ સેવાઓથી સમગ્ર ગુજરાતને આવરી લઈશું. ખર્ચમાં પરવડે એવી આ સેવા જિંદગીને બચાવનારા અનેક લાભો સાથે પ્રવાસ અને સારવારના સમયને ઘટાડશે.”