Western Times News

Gujarati News

બૂટલેગરો સામે તવાઈઃ ‘હોમ ડીલીવરી પર બાજ નજર

file Photo

દારૂની હોમ ડીલીવરી કરતા તત્ત્વોની ઝડપી લેવા આદેશઃ બુટલેગરો સામે
સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મીઓની બદલીઓનો તખ્તો તૈયાર

 

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : ગુજરાતમાં નશાબંધીનો કાયદો હોવા છતાં આ કાયદાની ઐસીતૈસી કરી અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો સામે પોલીસે જારદાર ઝુંબેશ શરૂ કરી છે. શહેર પોલીસ કમિશ્નરના આદેશ અનુસાર શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્થાનિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી ઠેર ઠેર દરોડા પાડત બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે બીજી તરફ પોલીસની નજરથી બચવા માટે વિદેશી દારૂની ‘હોમ ડીલીવરી’ કરતા ટપોરીઓએ પોતાનો ધંધો પુરજાશમાં શરૂ કરી દેતા પોલીસે હવે વધુ કડક બની હોમ ડીલીવરી કરતા શખ્સોને ઝડપી લેવા વ્યુહરચના ગોઠવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં નશાબંધીના કાયદાના કડક અમલ વચ્ચે પણ દેશી-વિદેશી દારૂની રેલમછેલ જાવા મળતાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યભરમાં દારૂ વિરૂધ્ધ કડક પગલાં ભરવા રાજ્યભરની પોલીસને સુચના આપી છે. રાજ્સ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ તરફથી ગુજરાતમાં સપ્લાય કરતા વિદેશી દારૂના જથ્થો ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હોવા છતાં ગુજરાતમાં કેવી રીતે ઘુસી જાય છે તે બાબત પોલીસ તરફ પણ અનેક શંકા-કુશંકા પેદા કરે છે.

ત્યારે હવે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જીલ્લા પોલીસ વડાને વિદેશી દારૂના સપ્લાય બાબતે તકેદારી રાખવા જણાવી દેવામાં આવ્યુ છે. અને જે કોઈ વિસ્તારમાં વિદેશી કે દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાય તે વિસ્તારના ઈન્ચાર્જ પોલીસ અધિકારી સામે સસ્પેન્શન સુધીના પગલાં ભરવા પણ તાકીદ કરવામાં આવી છે. અને રાજ્યમાં દાખલ થતાં માર્ગો અને તમામ ચેકપોસ્ટો પર પોલીસ સાથે અસઆરપીની ટીમો પણ ચેકીંગમાં સાથે રાખવા સુચના આપવામાં આવી છે.

આમ, પોલીસની કડક નીગરાની અને સઘન ચેકીંગ વચ્ચે છેલ્લા એક મહિનામાં રાજયના જુદા જુદા પ્રાંતોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આમ, બુટલેગરો સ્થાનિક પોલીસ સાથે સાંઠગાંઠ કરી પોતાના ગોરખધંધા ચલાવતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે પણ શહેરભરમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો વિરૂધ્ધ ઝુબેશ ચલાવતા તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે આ સુચના પ્રમાણે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રોજબરોજ પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જે અનુસાર પોલીસ દ્વારા ગઈકાલે પણ બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ અને નરોડા વિસ્તારમાં ડ્રાઈવ યોજતા ગુનેગારો ફફડી ઉઠ્યા હતા. પોલીસ ડ્રાઈવમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જાડાયા હતા.

બુટલેગરોના રહેઠાણના સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના સરદારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી- દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોઈ પોલીસે છેલ્લા ત્રણ દીવસથી સરદારનગરમાં પણ ડ્રાઈવ યોજી ઠેર ઠેર દરોડા પાડ્યા હતા. આમ, પોલીસની દેશી-વિદેશી દારૂના અડ્ડા અને બેટલેગરો સામેની ઝુંબેશ તેજ બનતા હવે ‘હોમ ડીલીવરી’ કરતા ત¥વો પર ખાસ નજર રાખી છે.

પોતાના નક્કી કરેલા ગ્રાહકોને ટુ વ્હીલરની ડેકીમાં બોટલ મુકી છેક ગ્રાહકના ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ શહેરમાં બેફામ બની છે અને આ ગેરકાનુની પ્રવૃત્તિમાં જે તે પોલીસ સ્ટેશનના વહીવટદારો અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંંઠ પણ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવતા વહીવટદારોની બદલીઓનો તખ્તો પણ તૈયાર થઈ ગયો છે અને હોમ ડીલીવરી કરતા શખ્સો સામે કડક વાચ રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે તે પોલીસ સ્ટેશનના વફાદાર પોલીસ કર્મીઓને જવાબદારી સોંપી છે.

આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારની સોસાયટી, પોળ કે ગલીમાં ચોરી છૂપીથી જુગારની પ્રવૃતિ પણ ખુલ્લેઆમ ચાલી રહી છે ત્યારે પોલીસે જુગારના અડ્ડા પર ત્રાટકવા જુદી જુદી વ્યુહરચના ઘડી કાઢી હતી. શહેરમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિની માહિતી પોલીસ સુધી પહોંચાડવા બાતમીદારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા શહેરીજનોને પણ અપીલ કરવામાં આવી છે કે જા કોઈ વિસ્તારમાં આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિ ચાલતી હોય તો  સત્વરે પોલીસને જાણ કરવી. આમ, પોલીસ તંત્ર દ્વારા અસામાજીક પ્રવૃત્તિ વિરૂર્ધ જારદાર ઝુંબેશ શરૂ કરતા ગુનેગારોમાં ફફડાટની લાગણી જન્મી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.