બૂલેટ ટ્રેન માટે ખર્ચો ઊંચો હોઈ જાપાનીઝ કંપની તૈયાર જ નથી

પ્રતિકાત્મક
પ્રોજેક્ટના માર્ગમાં આવેલા અવરોધોનું નિરાકરણ થઇ જાય તો કદાચ પ્રોજેક્ટ થોડો વહેલો પૂરો થવાની આશા
નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના માર્ગમાં વધુ એક મોટો અવરોધ આવ્યો છે તેના કારણે વડાપ્રધાન મોદીના આ પ્રોજેક્ટ પર સવાલ સર્જાયો છે. બુલેટ ટ્રેન ચલાવવા માટે અઢળક ખર્ચ થાય એમ હોવાથી ભારતે બહાર પાડેલા ટેન્ડર ભરવા કોઇ જાપાનીઝ કંપની આગળ આવતી નથી તેમ એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં જણાવાયું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં થઇ રહેલા વિલંબ વિશે બોલતાં ભારતીય રેલવેના એક અધિકારીએ કહ્યું, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના માર્ગમાં જે અવરોધો આવી રહ્યા હતા એનું નિરાકરણ થઇ જાય તો કદાચ આ પ્રોજેક્ટ થોડો વહેલો પણ પૂરો થઇ શકે.
બુલેટ ટ્રેન માટે મદદ કરી રહેલી જાપાની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ ૨૦૨૮ની મુદત જાહેર કરવામાં આવી હોવાનું આ અધિકારીએ ઉમેર્યું હતું. ધાર્યા કરતાં બુલેટ ટ્રેન પાછળ વધુ ખર્ચ થાય એવું લાગતાં જપાની કંપનીઓ બોલી બોલવામાં પીછેહઠ કરી રહી હતી. આ સમસ્યા ધ્યાનમાં લઇને રેલવેએ એવી આશા વ્યક્ત કરી હતી કે હવે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ૨૦૨૮ સુધીમાં પૂરો થઇ જશે. અગાઉ આ પ્રોજેક્ટ પૂરો કરવાની મુદત ૨૦૨૩ની હતી પરંતુ હવે સંજોગો બદલાયા હતા. મુંબઇ અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જપાન દ્વારા ૮૦ ટકાની લોન મળે એના આધારે અમલમાં આવી રહ્યો હતો. જપાને આ લોન એક ટકાના વ્યાજના દરે ૧૫ વર્ષ માટે આપી હતી.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
શિંકાસેન બુલેટ ટ્રેનની ટેક્નીક પર આધારિત બુલેટ ટ્રેન મુંબઇ અમદાવાદ વચ્ચે દોડાવવાની યોજના કેન્દ્ર સરકારે ઘડી હતી. મોદી સરકારની યોજના એવી હતી કે ૨૦૨૨ના સ્વાતંત્ર્ય દિને આ યોજના રાષ્ટ્રને ભેટ આપવી.પરંતુ આ પ્રોજેક્ટના માર્ગમાં સતત અવરોધો સર્જાતા રહ્યા હતા. સૌથી મોટો અવરોધ અન્ડરગ્રાઉન્ડ કોરિડોરનો હતો. આપણી યોજના એવી હતી કે બુલેટ ટ્રેન કોરિડોરનો ૨૧ કિલોમીટર જેટલો હિસ્સો અન્ડરગ્રાઉન્ડ હશે અને એમાં પણ સાત કિલોમીટર જેટલો હિસ્સો દરિયાની અંદરથી પસાર થશે.SSS