બેંકના કર્મીની બેંક સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી
પત્ની ખાતામાં પૈસા જમા કરી ફરાર
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાળળામાં આવેલ બેંક ઓફ બરોડાના કર્મચારીએ પત્નીના ખાતામાં આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ૧.૬૯ કરોડ રૂપિયા ઓનલાઈન દ્વારા પત્નીના ખાતામાં નાખી બેંક સાથે છેતરપીંડી થયાની ફરિયાદ બાળવા પોલીસ મથકમાં નોંધાઈ છે.
અમદાવાદ જિલ્લાની બાળવા ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં સ્પેશિયલ આસિસટન્ટ તરીકે ફરજ બજાવતા કિરણ સુનારાએ પોતાના તેમજ બેંકના બીજા કર્મચારીઓના આઈડી અને પાસવર્ડનો દુરઉપયોગ કરી બેંકના ગ્રાહકોના ખાતાની ફિક્સ ડિપોઝીટ તોડી અને ગ્રાહકોના બચત ખાતાના બેલેન્સમાંથી રૂપિયા ૧ કરોડ ૬૯ લાખ ૭૫ હજાર ૭૦૨ રૂપિયા ઉપાડી પત્ની ભારતીબેનના ખાતામાં ટ્રાન્સફર કરીને પૈસા ઉપાડી લીધા હતા.
બેંક ઓફ બરોડાની વિજિલન્સ ટીમના સર્વેલ્સનમાં ધ્યાનમાં આવ્યું કે ભારતી ચુનારા નામના એકાઉન્ટમાં છેલ્લા ૩થી ૪ માસમાં મોટી મોટી રકમ વારંવાર જમા થઈ રહી છે. જે શંકાસ્પદ લાગતા બેંક એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી હતી ત્યારે ખુદ બેંકનો કર્મચારી ઠગ નીકળ્યો હતો. અમદાવાદ બેંક ઓફ બરોડાની વિજીલન્સ ડિપાર્ટમેન્ટ ખાતે રીજીયોનલ મેનેજરે બાળવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આરોપી કિરણ ફરાર છે. બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.