બેંકના પૂર્વ મેનેજરે સાગરીત સાથે મળીને લોન કૌભાંડ આચર્યુ
જેતપુર, જેતપુરમાં ઉધી શેરીમાં શહેરતા અને એસીબીઆઈ બેંકના એટીએમમાં ગાર્ડ તરીકે નોકરી કરતો અને બેંકના પૂર્વ મેનેજર શુભનીથ દાસને ત્યાં ઘરકામ કરતા પરેશ મકવાણા નામના યુવાને તેના ડોકયુમેન્ટ મેળવી તેની પત્ની ચંદ્રિકાબેનના નામે રૂ.૯ લાખની લોન લઈ કૌભાંડ આચરનાર બેંકના પૂર્વ મેનેજર શુભનીથ દાસ અને લોન અપાવી દેવાનું કામકાજ કરતા પ્રતિક ગાજીપરા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં પરેશ મકવાણાને રિક્ષા ખરીદવી હોય રૂ.૩૦ હજારની લોન લેવા માટે બેંક મેનેજર શુભનીથ દાસને વાત કરતા ના પાડી હતી અને બાદમાં કણકીયા પ્લોટમાં રહેતો અને લોન અપાવી દેવાનું કામ કરતો પ્રતિક ગાજીપરા નામનો શખસ આવ્યો હતો અને મને મેનેજરે મોકલ્યો છે અને તમારી લોન થઈ જશે.
બીજા દિવસે ડ્રેસમટીરીયલ્સના પાંચ પાર્સલો પરેશ મકવાણાના ઘેર મૂકી ગયો હતો અને બાદમાં બેંકમાંથી એક અધિકારી તપાસ કરવા આવ્યા હતા અને ઘરની હાલત જાેઈ બેંકલોનની ના પાડી હતી.
ત્યારબાદ એક વર્ષ પછી બેંકમાંથી ચંદ્રિકાબેને પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમમાં નવ લાખની લોન લીધી હોય વ્યાજ સહિત રૂ.૧૦.પ૦ લાખ ચૂકવવાની નોટિસ આવતા બેંકમાં જાણ કરી હતી. ત્યાં મેનેજર પંડયાએ તમારે પૈસા ભરવાના નથી. દરમિયાન કોર્ટમાંથી લોન ભરપાઈની નોટિસ આવતા મામલો કૌભાંડ આચર્યાનું ખુલ્યું હતું.
આ મામલે પરેશ મકવાણાએ તેના બેંક ખાતાની વિગત માંગતા તેની પત્ની ચંદ્રિકાબેનના નામે નવ લાખ ખાતામાં જમા થયાનું અને બાદમાં ઉપાડી લીધાનું ખુલ્યું હતું અને ફૂલવાડી ફેબ્રીકેશનના બેંક ખાતામાં જમા થયાનું ખુલ્યું હતું અને પ્રતિક ગાજીપરાનું ઈમેઈલ એડ્રેસ લખેલ હોવાથી પ્રતિક ગાજીપરા અને શુભનીથ દાસે કૌભાંડ આચર્યું હતું
તેમજ નંદભાઈ મનસુખભાઈ શીંગાળાએ પણ તેના નામે દસ લાખની લોન લઈ કૌભાંડ આચરવામાં આવ્યાની ફરિયાદ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.