Western Times News

Gujarati News

બેંકનો ડેટા ચોરી કલોન કાર્ડ બનાવી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર સાયબર ક્રાઈમને કેટલાક નાગરીકોએ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાની ફરીયાદ નોધાવી હતી. સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા તમામ ગ્રાહકો શહેરની એક હોટેલમાં રોકાયેલા હોવાનું જાણવા મળતા તેમણે ટેકનીકલ તથા અન્ય રીતે સઘન તપાસ હાથ ધરતાં હોટેલનો રીસેપ્શનીસ્ટ જ આ ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યુ હતું જેની તપાસ કરતા દિલ્હી તથા સુરતના વધુ બે શખ્સોને ઝડપી રાષ્ટ્રીય સ્તરે ગ્રાહકોનો ડેટા ચોરી નકલી ક્રેડીટ/ ડેબીટ કાર્ડ દ્વારા નાણાં ચોરી લેતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે શહેર સાયબર ક્રાઈમમાં થોડા સમયથી કેટલાંક શહેરીજનોએ અજાણ્યા એટીએમમાંથી પોતાના નાણાં ઉપડી ગયાની ફરિયાદો નોંધાવી હતી. એકસરખી ફરિયાદો એકાએક વધી જતાં પીઆઈ સી.યુ. પરેવાને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી તેમની ટીમે સઘન તપાસ હાથ ધરતાં આ તમામ લોકો અગાઉ અમદાવાદની હોટેલ શેરેટોનમાં રોકાઈ ચુકયા હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે હોટેલના મેનેજમેન્ટને જાણ કરી ત્યાંના સીસીટીવી કુટેજ મેળવવામાં આવ્યા હતા. જે દરમિયાન રીસેપ્શનીસ્ટ દિગ્વીજય અરુણકુમાર સીંગ (બીજાે માળ, કાપડીયા હાઉસ, ગરનાળા પાસે, એલીસબ્રીજ, મૂળ બકસર, બિહાર)ની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની અટક કરી કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને જણાવ્યું હતું કે હોટેલમાં આવતા ગ્રાહકોને પેમેન્ટ આપતી વખતે પહેલાં તે પોતાની પાસેનું પેમેન્ટ ટર્મિનલ મશીન આપતો હતો એ રીતે તેમની બેંકનો ડેટા મેળવ્યા બાદ પેમેન્ટ ન થતું હોવાની કહીને હોટેલનું પેમેન્ટ ટમીથીલ મશીન દ્વારા રૂપિયા લેતો હતો આ રીતે માહીતી એકત્ર કર્યા બાદ દિલ્હી આનંદ વિહાર ખાતે રહેતા યુવરાજ લક્ષ્મણસીંગ પરદેશીને મોકલતો હતો યુવરાજ આ ડેટાને આધારે કલોન ડેબીટ કે ક્રેડીટ કાર્ડ બનાવીને કહારગામ સુરતના ભાઈચંદન નગર ખાતે રહેતા અતુલ થેલાણીને આપતો હતો અતુલ પોતે જુદાં જુદાં એટીએમમાંથી નાણાં ઉપાડી યુવાનને આપતો હતો.

કડક પુછપરછમાં યુવરાજે જ દિગ્વીજયને ટર્મીનલ મશીન આપ્યાનું બહાર આવ્યું છે. દિગ્વીજય આશરે બે વર્ષથી ગ્રાહકો સાથે છેતરીપંડી આચરતો હતો જયારે યુવરાજ આ સિવાય ડાર્ક વેબ પરથી પણ ડેટા ખરીદી ક્લોન કાર્ડ બનાવી નાણાંની ઉચાપત કરતો હતો પોલીસે તેની પાસેથી પણ બે ટર્મીનલ મશીન સહીત કુલ ૩ મશીન, ડેટા કોપી કરવાના બે રીડર, એક લેપટોપ, ચાર મોબાઈલ ફોન, એક આઈસોલનોટ તથા ૩૩ કલોક તથા કોરા કાર્ડ જપ્ત કર્યા છે. ત્રણેયની વિરુધ્ધ ગુનો દાખલ કરી આવા હજુ કેટલા મશીનો કઈ જગ્યાએ કાર્યરત છે તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.