બેંકિંગ કામકાજમાં ૪ દિવસની એક સાથે રજા આવી રહી છે
નવીદિલ્હી, નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો હોવાને કારણે માર્ચ એન્ડિંગમાં બિઝનેશ અને બેંકો પર ભારે પ્રેશર રહેતું હોય છે, જાે કે આમ છતા આ સપ્તાહમાં બેંકિંગ કામકાજમાં ૪ દિવસની એક સાથે રજા આવી રહી છે તો તમારું કામ એ રીતે ધ્યાનમાં રાખીને મેનેજ કરજાે.
જાે કે આ બધા જુદા જુદા રાજ્યોની વાત છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની બેંકોમાં માત્ર ૧૮ માર્ચે ધૂળેટીના દિવસે જ બંધ રહેશે. બીજું કે હવે ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ અને એટીએમ જેવી સુવિધાઓ હોવાને કારણે લોકોને ઘણી રાહત રહેતી હોય છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજાની જે યાદી જાહેર કરી છે તે મુજબ ૧૭ માર્ચે હોળી દહનને કારણે ગુરુવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડમાં બેંકોના કામકાજ બંધ રહેશે. ૧૮ માર્ચે હોળીનો તહેવાર દેશમાં જુદી જુદી રીતે મનાવવામાં આવે છે.
શુક્રવારે દેશના જુદા જુદા ભાગમાં હોળી, ધૂળેટી અને ડોલ જાત્રા જેવા તહેવારો મનાવવામાં આવે છે. જેને કારણે ૧૮ માર્ચે કર્ણાટક, ઓડિશા,તમિલનાડુ, મણિપુર, કેરળ અને પશ્ચિમ બંગાળને બાદ કરતા બધા રાજ્યોમાં બેંકિંગ કામકાજ બંધ રહેશે. ગુજરાતમાં પણ શુક્રવારે બેંકોમાં રજા રહેવાની છે.
૧૯ માર્ચે એટલે કે ધૂળેટીના બીજા દિવસે શનિવારે ઓડિશા, મણિપુર અને બિહારમાં બેકિંગ કામકાજાે બંધ રહેશે. ૨૦ માર્ચે તો રવિવાર છે એટલે આ દિવસે તો દેશની બધી બેંકો બંધ જ રહેતી હોય છે.
જાે કે બેંકોની શાખા બંધ રહેવા છતા અનેક પ્રકારના બેકિંગ કામકાજાે હવે ડિજિટલી શક્ય બન્યા છે યુપીઆઇ,મોબાઇલ બેકિંગ, ઇન્ટરનેટ બેકિંગ જેવી સુવિધાઓ પર રજાઓની કોઇ અસર પડતી નથી. એકાદ રજા પણ આવતી હોય તો પણ બેંકો છ્સ્માં પુરતા નાણાંની વ્યવસ્થા કરતી હોય છે.HS