બેંકોના ખાનગીકરણના વિરોધમાં ૧૬-૧૭ ડીસેમ્બરે બેંક હડતાલ
(એજન્સી) અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બેંકોના ખાનગીકરણનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં બે સરકારી બેકોનું ખાનગીકરણ કરવામાં આવનાર છે. જેના વિરોધમાં તમામા બેકીંગ યુનિયનોએ ૧૬ અને ૧૭ ડીસેમ્બર એમ બે દિવસની હડતાળનુ એલાન કર્યુ છે. આ હડતાળમાં બેકોના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ જાેડાશે. બે દિવસીય હડતાળના કારણે ર૦ હજાર કરોડનો ટ્રાન્ઝેકશન ને અસર થશે.
છેલ્લા થોડા સમયથી બેકીંગ યુનિયનો શાંત બેઠા પછી હવે હડતાળ અને આંદોલન શરૂ કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બે સરકારી બેેકોનુૃ ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે પહેલેથી જ વિરોધ ઉઠી રહ્યો છે. પરંતુ દેશભરના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના યુનિયનોએ ૧૬ અને ૧૭ ડીસેમ્બરે દેશવ્યાપી હડતાળનુ એલાન આપ્યુ છે.જેમાં તમામ નેશનલાઈઝડ બેકના કર્મચારી અને અધિકારીઓ જાેડાશે.
નેશનલાઈઝ બેંકના દેશમાં ૧૬.પ કર્મચારી અને ૩ લાખ અધિકારીઓ છે તે હડતાળમાં જાેડાશે. જ્યારે ગુજરાતમાં નેશનલાઈઝડ બેંકોની ૪૮૦૦ બ્રાંચ બે દિવસ બંધ રહેશે. અંદાજે ૭૦,૦૦૦ કર્મચારી અને અધિકારીઓ આ હડતાળમાં જાેડાશે.
સંસદમાં શિયાળુ સત્રમાં બેકીંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો લાવવા માટે સરકાર પ્લાનિંગ કરી રહી હોવાનો આક્ષેપ મહાગુજરાત બેક એમ્પ્લોઈઝ એસોસીએશને કર્યો છે.