Western Times News

Gujarati News

બેંકોની હડતાળથી : ૨૦થી ૨૫ હજાર કરોડનો વ્યવહારઠપ થયા

Files Photo

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણની નિતી સામે બેંક કર્મચારી યુનિયન દ્વારા ૧૫ અને ૧૬ માર્ચ બે દિવસ બેંક હડતાળ જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિતિ લાલ દરવાજા પાસે બેંક કર્મચારીઓ એકત્ર થઇ સરકારની નિતીઓનો વિરોધ કર્યો હતો. ખાનગીકરણ રોકો દેશ બચાવોના નારા લગાવામાં આવ્યા હતા. બે દિવસીય હડતાળના પગલે ગુજરાતમા એક અંદાજ મુજબ ૨૦થી ૨૫ હજાર કરોડનો વ્યવહાર ઠપ થયો હતો. એક અંદાજ મુજબ હડતાળમાં ૬૦ હજાર કર્મચારી જાેડાયા હતા. હડતાળના પગલે મહામંત્રી જનક રાવલે જણાવ્યુ હતુ કે, આજથી બે દિવસની બેંક હડતાળ શરૂ થઇ હતી.

રાષ્ટ્રીયકૃત બંકોના કર્મચારીઓ આ બેંક હડતાળમાં જાેડાયા છે. રાજ્યના ૬૦,૦૦૦ બેંક કર્મચારી બે દિવસ કામથી અળગા રહેશે. જેમા રાજ્યની ૫૦૦૦ શાખાઓ બંધ રહેશે. હડતાળના પગલે રાજ્યમાં ૨૦ હજાર કરોડના ટ્રાન્જેક્શન અટવાઈ ગયા હતા. બેંક કર્મચારી એસોશીએશનના અલગ અલગ ૯ સંગઠન હડતાળમાં જાેડાયા છે. વધુમા રાવલે જણાવ્યુ હતુ કે, બેંક ખાનગીકરણથી બેંકની ૧૪૬ લાખ કરોડની લોકોની થાપણ ખાનગી હાથોમાં આપવી પડશે

તે સંપૂર્ણ જાેખમકારી છે. ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની મર્યાદાથી ગ્રાહકો પર બોજાે વધશે. બેંકનો સર્વિસ ચાર્જ વધશે અને બેંકમાં નવી રોજગારીની તકો ઘટશે. ગામડાની શાખાઓ બંધ થશે અને નવી શાખાઓ ખૂલશે નહી. તેમણે જણાવ્યુ કે, સસ્તા વ્યાજે મળતી લોન મોંઘી થશે અને વેચાણના વ્યાજદર ઘટશે. ખેડૂત ધિરાણ મળતા બંધ થશે તથા તેના પર વ્યાજનું ભારણ વધશે. અમદાવાદના બેંક કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદ રૂપાલી સિનેમા પાસે આવેલા સેન્ટ્રલ બેંક બહાર સૌ કોઇ કર્મચારી એકત્ર થઇ દેખાવ કર્યા હતા. બેંક હડતાળમાં માત્ર ખાનગી ત્રણ બેંક સિવાય અન્ય તમામ બેંકના કર્મચારી હડતાળમાં જાેડાયા હતા. અમદાવાદ સાથે હડતાલમાં સુરતના પણ ૧૫ હજારથી વધુ કર્મચારીઓ જાેડાયા હતા. જેમાં ઘોડદોડ રોડ વિસ્તારની એસબીઆઇ બેન્ક કર્મચારીએ કાળા ટીશર્ટ પહેરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરતના ઘોડદોડ રોડ મુકામે આવેલી એસબીઆઇ બેન્ક બહાર કાળા ટીશર્ટ પહેરી કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં

પરંતુ છેલ્લા બે દિવસની હડતાળ કારણે કરોડો રૂપિયાના ક્લિયરન્સ પર તેની અસર પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
બેંકોનું ખાનગીકરણ થશે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત બેન્ક વર્ક્‌સ યુનિયનના આગેવાનોનું કહેવું છે કે, પહેલા સરકારે ખોટ કરતી બેન્કોનું નફા કરતી બેન્કો સાથે વિલીનીકરણ કરીને તે બેન્કોના નફામાં ધરખમ ઘટાડો લાવી દીધો છે.
ડુબતા લેણાં વસૂલાત કરવા માટે સરકારે કોઈ નક્કર કડક પગલા લીધાં નહીં અને હવે લોકમૂડીવાળી બેન્કોને ખાનગીકરણ કરવાથી સામાન્ય માણસની મૂડી સાથે પણ જાેખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં હડતાળનું આહવાહન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.