Western Times News

Gujarati News

બેંક ઓફ બરોડાએ વિશિષ્ટ ‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ હાથ ધર્યો

મુંબઈ, અત્યારે કોવિડ-19 રોગચાળા અને એના પગલે લોકડાઉન લાગુ હોવાથી એમએસએમઈ ક્ષેત્ર અતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયે સંપૂર્ણ દેશમાં એમએસએમઈ ઋણધારકો સાથે જોડાવા બેંક ઓફ બરોડાએ આજે ‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ નામની વિશિષ્ટ પહેલ હાથ ધરી હતી.

આ લાઇવ વેબિનારમાં બેંકના સંબંધિત સેન્ટ્રલ મેનેજરો, ઝોનલ મેનેજરો, રિજનલ મેનેજરો, બ્રાન્ચ મેનેજરો અને એસએમઈ લોન ફેક્ટરીઓના હેડની સાથે મોટી સંખ્યામાં એમએસએમઈ ઋણધારકો સહભાગી થયા હતા, જેનું સંચાલન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિકમાદિત્ય સિંહ ખીંચીએ કર્યું હતું. આ એમએસએમઈની ચિંતાઓ દૂર કરવાની કવાયત હતી, જેમાં ભારત સરકાર, રિઝર્વ ઓફ ઇન્ડિયા અને ખાસ કરીને બેંક ઓફ બરોડાએ તેમને આ પડકારોને ઝીલવામાં મદદરૂપ હાથ ધરેલા પ્રયાસો અને વિવિધ પગલાંઓની જાણકારી આપવામાં આવી હતી.

‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ બેંક ઓફ બરોડાની વિશિષ્ઠ, અતિ-સક્રિય પહેલ છે અને ભારતમાં બેંકની બહોળી પહોંચને ધ્યાનમાં લેતા ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે. વેબિનારનો એક મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ એમએસએમઈ ઋણધારકોને બેંક દ્વારા તેમના લાભ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ/વિકલ્પો વિશે જાણકારી આપવાનો હતો.

બેંકના એક્ઝિક્યુટિવ્સે ઋણધારકોને આ મુશ્કેલીઓ માટે આ સુવિધાઓનો કેવી રીતે ઉપયોગ થઈ શકશે એ વિશે ઉચિત સલાહ અને માર્ગદર્શન સાથે રોડ-મેપ પણ સૂચવ્યો હતો. ચેટ બોક્ષ સુવિધા દ્વારા સહભાગી ઋણધારકો તેમના પ્રશ્રો/શંકાઓ રજૂ કરી શક્યા હતા અને બેંકને ચેટ બોક્ષ દ્વારા અંદાજે 22,000 ક્વેરી મળી હતી. શંકાઓ/પ્રશ્રો પૂછ્યાં હતાં, જેના પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત એમએસએમઈ ઋણધારકોને કોવિડ-19 પછી ચોક્કસ સેગમેન્ટમાં ઊભી થનારી સંભવિત વ્યાવસાયિક તકો વિશે જાણકારી આપી હતી.

પોતાના ડેસ્ક પરથી આ વેબિનારનું સંચાલન કરનાર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિક્રમાદિત્ય સિંહ ખીંચીએ કહ્યું હતું કે, “અર્થતંત્રની કરોડરજ્જુ અને દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા એમએસએમઈ ક્ષેત્રને કોવિડ-19 રોગચાળા અને લોકડાઉનને કારણે માઠી અસર થઈ છે. એમએસએમઈ બેંક ઓફ બરોડા માટે પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર હોવાથી એમએસએમઈ ઋણધારકો સાથે સીધી વાત કરવાની જરૂરિયાત જણાઈ હતી,

જેથી તેમને આ કટોકટીના સમયમાં વધારાની સુવિધાઓની દ્રષ્ટિએ સતત સાથસહકારની ખાતરી આપી શકાય. ફેસ-ટૂ-ફેસ ઇન્ટરેક્શનની શક્યતા ન હોવાથી આ મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં અમે દેશભરમાં મેટ્રો, અર્બન, સેમિ-અર્બન અને ગ્રામીણ કેન્દ્રોમાંથી બેંકના અધિકારીઓ ઉપરાંત લગભગ 33,000 ગ્રાહકો ઓનલાઇન જોડાયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, “ભારત સરકારનો નાણાં મંત્રાલયનો નાણાકીય સેવાઓનો વિભાગ એ સુનિશ્ચિત કરવા આતુર છે કે, એમએસએમઈ ઉદ્યોગની સ્થિતિ સારી જળવાઈ રહે, કારણ કે આ ક્ષેત્ર આપણા અર્થતંત્રની વૃદ્ધિનું એન્જિન છે. આ આઉટરિચ પ્રોગ્રામ બેંકના રાષ્ટ્ર માટે ઉદાત્ત કામગીરીમાં પ્રદાન કરવાના સતત અને પ્રતિબદ્ધ પ્રયાસોનો ભાગ હતો. અમને કેન્દ્રિત અને પરિણામલક્ષી પગલાંઓ સાથે આ પહેલ ફળદાયક બની હોવાની આશા છે, જેમાં કોવિડ ઇમરજન્સી ક્રેડિટ લાઇન દ્વારા લિક્વિડિટી મેનેજમેન્ટ, લોનનાં હપ્તા/વ્યાજની ચુકવણી પર મોરેટોરિયમ, મર્યાદાની પુનઃઆકારણી, લોનનું પુનર્ગઠન વગેરે સામેલ છે, જેનાથી અમારા એમએસએમઈ ઋણધારકો કોવિડ-19 દ્વારા થયેલા નુકસાનને ઘટાડવા સક્ષમ થવાની સાથે ફરી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.