બેંક નોટ મેન્યુફેક્ચરીંગમાં આર્ત્મનિભરતા મેળવવા પર ભાર મુકતા રિઝર્વ બેંકના ગવર્નર

મુંબઈ, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નજીકના ભવિષ્યમાં બેંક નોટ મેન્યુફેક્ચરીંગમાં ૧૦૦ ટકા આર્ત્મનિભરતા મેળવવા પર બળ આપ્યું છે. આ વાત તેમણે મૈસુરમાં ભારતીય રીઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડના શાહી ઉત્પાદન એકમ રંગદ્રવ્યને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ કરી હતી. કેન્દ્રીય બેંકના પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની બીઆરબીએનએમપીએલએ બેંક નોટોમાં સિક્યોરિટી ફીચર વધારવા માટે ૧,૫૦૦ મેટ્રીક ટનની વાર્ષિક શાહી નિર્માણ ક્ષમતા માટે એક યંત્રની સ્થાપના કરી છે.
રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે આ પગલું ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન આપીને ખાતરી આપવાનો પ્રયત્ન કરે છે કે બેંક નોટ પ્રિન્ટિંગમાં વપરાતી શાહીનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે. ગપર્નરે તેમના સંબોધનમાં ભારતમાં બેંક નોટ મેન્યુફેક્ચરીંગની ઈકેસિસ્ટમ તૈયાર કરવામાં થયેલી પ્રગતિના પણ વખાણ કર્યા.
ભારતની નોટમાં વપરાતી મોટાભાગની શાહી સ્વિટ્ઝરલેન્ડની કંપની એસઆઈસીપીએ પાસેથી આયાત કરવામાં આવે છે. નોટની મુદ્રણમાં ઈંટૈગલિયો, ફ્લૂરોસેંસ અને ઓપ્ટિકલ વેરિએબલ ઈન્કનો ઉપયોગ થાય છે. આયાત થતી શાહીના કમેપોઝિશનમાં દરેક વાર પરિવર્તન કરવામાં આવે છે જેથી કોઈ દેશ તેની નકલ ન કરી શકે. ચીન અને પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધ ધરાવતી કંપનીઓ પાસેથી શાહી આયાત કરવામાં આવતી નથી. તેમજ કંપનીએ જાહેર કરવું પડે છે કે તેના કોઈ કર્મચારીએ ત્યાં કામ પણ ન કર્યુ હોય.
ઈંટેગલિયો ઈંક ઃ તેનો વપરાશ નોટ પર જાેવા મળતી મહાત્મા ગાંધીનો ફોટો છાપવામાં થાય છે. ફ્લૂરોસેંસ ઈંક ઃ નોટના નંબર પેનલની છાપણી માટે ઈંક આ વપરાય છે. ઓપ્ટિકલ વેરિએબલ ઈંક ઃ નોટની નકલ ન થઈ શકે તેના માટે આ ઈંકનો ઉપયોગએ થાય છે.
એપ્રિલ ૨૦૧૫માં રિઝર્વ બેંકના એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ નોટના છાપકામમાં ૧૦૦ ટકા સ્વદેશી શાહી અને પેપર ના વપરાશની વાત કરી હતી. ત્યારબાદ નોટના છાપકામમાં સ્વદેશી શાહીના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અને આયાતિત શાહી કરતાં આની કિંમત ૪ થી ૫ ગણી ઓછી હોય છે.
ભારતની નોટમાં વપરાતા મોટા ભાગના પેપર જર્મની, જાપાન અને બ્રિટનથી આયાત કરવામાં આવે છે અને ૮૦ ટકા નોટ વિદેશી કાગળ પર છપાય છે. ૫ રૂપિયાની નોટમાં ૫૦ પૈસા, ૧૦ રૂપિયાની નોટમાં ૦.૯૬ પૈસા, ૫૦ રૂપિયાની નોટમાં ૦.૧.૮૧ પૈસા અને ૧૦૦ રૂપિયાની નોટમાં ૧.૭૯ રૂપિયાનો ખર્ચ થાય છે.SSS