બેંક લુંટનારાઓ પર કાર્યવાહી થાય,૫૦ ડિફલ્ટર્સના નામ મોદી બતાવે: રાહુલ

નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો આજથી શરૂ થયો હતો.લોકસભામાં આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેંકોને લુંટનારા પર કાર્યવાહી કરવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫૦ ડિફોલ્ટર્સના નામ બતાવે તેમણે ગૃહમાં લોનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે વડાપ્રાન ચોરી કરનારાઓને પાછા લાવવાની વાત કરે છે પરંતુ આજ સુધી તે ૫૦ ડિફોલ્ટર્સના નામ બતાવ્યા નથી તેના પર અનુરાગ ઠાકરે જવાબ આપ્યો કે અમારી સરકાર ઇકોનોમી ઓફેંડર બિલ લઇને આવી છે ત્યારબાદ ગૃહમાં પ્રિયંકાની બેચવામાં આવેલ પેન્ટીંગ પર હંગામો શરૂ થયો હતો.
નાણાં રાજયમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ૨૫ લાખ રૂપિયાથી વધુના ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ દરમિયાન તેમણે યસ બેંકના ફાઉડર રાણા કપુર અન પ્રિયંકા ગાંધીની વચ્ચે પેન્ટીંગ સોદાને લઇને પણ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે વેબસાઇટ ઉપલબ્ધ છે તેમાં છુપાવવા જેવી કોઇ વાત નથી કેટલાક લોકો પોતાના કરેલા પાપોને બીજા પર નાખવા ઇચ્છે છે. જા તમે ઇચ્છો તો હું તે વાંચી શકુ છું. મોદી સરકારે કાનુન બનાવ્યો અન ૪ લાખ કરોડ રૂપિયાથી વધુ પાછી લાવવામાં આવી અમારી સરકારે તેમની પ્રોપર્ટી જપ્ત કરી ઠાકુરે રાણ અને પ્રિયંકા ગાંધીની વચ્ચે ૨ કરોડ રૂપિયામાં થયેલ પેન્ટીંગ સોદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેટલાક સભ્યો કહી રહ્યાં છ કે હું પેન્ટીંગની વાત કરૂ હું રાજનીતિ કરવા માંગતો નથી પેન્ટીગ કોણે વેચી અને કોના ખાતામાં પૈસા ગયા. ફોટો ગ્રાફ તેમની સાથે તના નાણાં મંત્રીની સાથે નજર,પેન્ટીંગ તેમની વેચાઇ,વરિષ્ઠ સભ્યનો સવાલ બતાવે છે કે આ વિષયમાં તેમની સમજ કેટલી ઓછી છે.
પેન્ટીંગનો ઉલ્લેખ થતા જ કોંગ્રેસના સાંસદ હંગામો કરવા લાગ્યા હતાં એ અઘીર રંજન ચૌધરી પણ બેઠક ઉપરથી ઉભા થઇ વાંધો ઉઠાવ્યો હતો. સંસદની બહાર નિર્ળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય ઇકોનોમી ખુબ ખરાબ દૌરમાં પસાર થઇ રહી છે અમારી બેંકીગ વ્યવસ્થા કામ કરી રહી નથી બેંક ફેલ થઇ રહી છે અને વર્તમાન વૈશ્વિક Âસ્થતિમાં વધુ બેંકો ડુબી શકે છે. તેના મુખ્ય કારણ છે બેંકોથી પૈસાની ચોરી મેં પુછયુ હતું કે ટોપ ૫૦ વિલફુલ ડિફોલ્ટર્સ હિન્દુસ્તાનમાં કોણ છે. મને જવાબ આપવામાં આવ્યો નથી મને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો છે. અધ્યક્ષની ફરજ છે કે મારા અધિકારોની રક્ષા કરે પરંતુ તેમણે મને બીજા સવાલ પુછવા દીધો નહીં.