Western Times News

Gujarati News

બેંક હડતાળથી બેકિંગ સેવાને પ્રતિકુળ અસર

મુંબઇ : જુદી જુદી માંગણીઓને લઇને બે એમ્પ્લોઇઝ યુનિયન આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા હતા જેથી દેશના જુદા જુદા ભાગોમાં બેંકિંગ સેવા ખોરવાઈ ગઈ હતી. કેશ ડિપોઝિટ જેવી સેવાઓને માઠી અસર થઇ હતી. બેંકિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાડવામાં આવતા ચેક ક્લિયરન્સ અને કાઉન્ટરો ઉપર વિડ્રોઅલની સેવા ખોરવાઈ ગઈ હતી. પબ્લિક  સેક્ટર બેંકની શાખાઓમાં સામાન્ય કામગીરી જારી રહી હતી.

કારણ કે, આ બેંકોના ઓફિસરો હડતાળમાં જાડાયા ન હતા. એસબીઆઈ સહિતની મોટાભાગની બેંકો તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા  બેંક એમ્પ્લોઇઝ એસોસિસેશન અને ડીઈએફઆઈ દ્વારા પાડવામાં આવેલી હડતાળમાં તેઓ સામેલ થઇ રહ્યા નથી. ડિપોઝિટ રેટમાં ઘટાડા અને બેંક મર્જર સામેના વિરોધમા  હડતાળ પાડવામાં આવી હતી. બેંક કર્મચારીઓની રાષ્ટ્રીય વ્યાપી હડતાળના કારણે આજે સેવા પર માઠી અસર થઇ હતી.

સરકારીલેવડદેવદને પણ અસર થઇ હોવાના હેવાલ મળ્યા છે. ઓલ ઈન્ડિયા  બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં આશરે ૩૫૦૦૦૦ કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા નથી. હડતાળના પરિણામ સ્વરુપે બેંકિંગ ઓપરેશનને માઠી અસર થઇ હતી. ગઇકાલે યોજાયેલી વાતચીત ફ્લોપ રહ્યા બાદ હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં ફેરવી દેવાના સરકારના નિર્ણય સામેના વિરોધમાં બેંક યુનિયનો હડતાળ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.