Western Times News

Gujarati News

બેંગકોક ટ્રિપમાં સુશાંતની સાથે સારા અલી પણ હતી

સુશાંત સિહના પૂર્વ આસિસ્ટન્ટ સબિર અહમદે કહ્યું કે, ટ્રિપ સુશાંત સિંહે તેની પીઆરઓ ટીમ માટે ગોઠવી હતી

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે. આ દરમિયાન પસાર થતાં દિવસોની સાથે નવા-નવા એન્ગલ સામે આવી રહ્યા છે. સુશાંતના પૂર્વ આસિસ્ટન્ટ સબિર અહમદે એક ચેનલ સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન તેમની બેંગકોક ટ્રિપ વિશે વાત કરી હતી. કથિત રીતે, સુશાંત કુશલ ઝવેરી, સિદ્ધાર્થ ગુપ્તા, અબ્બાસ, મુસ્તાક અને સાબિર અહમદ સાથે ટ્રિપ પર ગયો હતો. આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ હાલમાં ખુલાસો કર્યો હતો કે, એક્ટરે આ ટ્રિપ પર ૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

આ વિશે વાત કરતાં સબિરે કહ્યું હતું કે, ટ્રિપ સુશાંત સિંહ રાજપૂતની પીઆરઓ ટીમ માટે હતી અને સારા અલી ખાન પણ તેમની સાથે હતી. તેણે ઉમેર્યું કે, તેમણે પ્રાઈવેટ જેટથી ટ્રાવેલિંગ કર્યું હતું. તેણે ખુલાસો કરતાં કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત અને સારા એક જ હોટેલમાં રોકાયા હતા. તેમણે પહેલા દિવસે દરિયાકિનારાની મુલાકાત લીધી હતી અને બાકીના દિવસોમાં સારા અને સુશાંત હોટેલમાં જ રહ્યા હતા જ્યારે બાકીના ફરવા ઉપડી ગયા હતા. સબિરે કહ્યું કે, ‘કેદારનાથ’ કો-સ્ટાર્સ બેંગકોકની લક્ઝુરિયસ આઈસલેન્ડ હોટેલમાં રોકાયા હતા. ટ્રિપ બાદમાં કેમ કેન્સલ કરવામાં આવી તેમ પૂછતાં સબિરે કહ્યું કે, સુનામીની આગાહી કરવામાં આવી હતી અને તેથી તેમને પાછા આવવું પડયું. ફ્લાઈટ ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી તે અને મુસ્તાક ત્યાં એક મહિના સુધી રોકાયા હતા. સુશાંતે દરેક ખર્ચા માટે તેનું એટીએમ કાર્ડ સબિરને આપ્યું હતું. બાદમાં સેમ્યુઅલ મિરાન્ડા જરુરિયાત મુજબ મુંબઈથી પૈસા મોકલતો હતો, તેમ અંતમાં સબિરે કહ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.