બેંગલુરુના આકાશમાં દેખાયો અદ્ભુત ખગોળિય નજારો
આકાશમાં જાેવા મળેલો અદ્ભુત ખગોળિય નજારો જાેઈને લોકો ખુશ થઈ ગયા તેમજ તેને કેમેરામાં કેદ કરવા લાગ્યાં
નવી દિલ્હી: કર્ણાટકમાં બેંગલુરુના આકાશમાં આજે એક અદભુત ખગોળિય નજારો જાેવા મળ્યો. જેમાં સૂર્યની ચારેય તરફ એક અલગ પ્રકારનો ગોળો જાેવા મળ્યો. જેને વૈજ્ઞાનિકો સોલાર હાલો અથવા સોલાર રિંગ કહે છે. સૂર્યની ચારેય તરફ આ ગોળાને જાેઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. લોકોએ આ સોલાર રિંગને કેમારામાં કેદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જાણો શું હોય છે આ સોલાર રિંગ અને તે કેવી રીતે બને છે. જણાવી દઈએ કે સોલાર રિંગ વાદળોના કારણે બને છે. હલ્કા વાદળોમાં બરફના નાના-નાના કણ રહેલાં હોય છે. જ્યારે સૂર્યની કિરણો આ બરફના કણોં પર પડે છે, તો સૂર્યની કિરણો તેમાંથી પ્રસરવા લાગે છે. હવે એક કોણ પર વાંછિત કિરણો સ્પિલ્ટ થાય છે તો સૂર્યની ચારેય તરફ એક પ્રકારનો ગોળાકાર બની જાય છે. જેને સોલાર હાલો કહેવામાં આવે છે. જાણી લો કે બેંગલુરુમાં આજે મૌસમ એકદમ સાફ છે. તડકો નીકળ્યો છે.
આકાશમાં સફેદ વાદળ છે. આની વચ્ચે સૂર્યની ચારેય તરફ એક પ્રકારનો ગોળો બની ગયો છે. આકાશમાં અદભુત ખગોળિય નજારો જાેઈને લોકો ખુશ થઈ ગયા. અને તેને કેમેરામાં કેદ કરવા લાગ્યાં. આ તસવીરમાં તો સૂર્યની ચારેય બાજુ ઈંદ્રધનુષના આકારનો એક ગોળો દેખાઈ રહ્યો છે. જેમાં સાત અલગ અલગ રંગ પણ દેખાઈ રહ્યાં છે.