બેંગાલુરૂમાં હાઇપર લૂપ ટ્રેન દોડશે: એક કલાકનો પ્રવાસ દસ મિનિટમાં ખેડશે
બેંગાલુરુ, કર્ણાટકના લોકો માટે એક અનેરા ખુશખબર છે. ટૂંક સમયમાં બેંગાલુરુમાં હાઇપર લૂપના નામે ઓળખાતી કેપ્સ્યુલ આકારની મેગ્નેટિક ટ્રેન દોડતી થશે. આવી ટ્રેનો કલાકના 1300 કિલોમીટરની ઝડપે દોડતી હોય છે. એનેા અર્થ એ કે એક કલાકનો પ્રવાસ આ ટ્રેન ફકત દસ મિનિટમાં પૂરો કરશે.
બેંગાલુરુ શહેરથી કેમ્પેગૌંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચેનું અંતર આ ટ્રેન માત્ર દસ મિનિટમાં પૂરૂં કરશે. ધ ન્યૂઝ મિનિટના એક અહેવાલ મુજબ અમેરિકાની ધ હાઇપર લૂપ કંપનીએ રવિવારે બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપની સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેંડિંગ (એમઓયુ) કર્યા હતા. આ હાઇપર લૂપ કોરિડોરની વ્યવહારુતા (ફિઝિબિલિટી સ્ટડી) તપાસવા માટેના આ એમઓયુ હતા. આ અભ્યાસ છ મહિનામાં બે તબક્કામાં પૂરો કરી દેવાની ધારણા હતી. શરૂમાં આ ટ્રેન કલાકે 1080 કિલોમીટરની ઝડપે દેાડશે. બેંગાલુરુ એરપોર્ટથી બેંગાલુરુ શહેરના હાર્દ સુધી આ ટ્રેન શરૂમાં દોડશે.