બેંગ્લોરમાં ગૂગલના કર્મચારીને કોરોના વાઈરસ, કંપનીએ કહ્યું- ઘરેથી કામ કરો
બેંગ્લોર, કર્ણાટકના બેંગ્લોરમાં કોરોનાવાઈરસનો વધુ એક પોજિટિવ કેસ સામે આવ્યો છે. આ શખ્સ ગૂગલનો કર્મચારી છે અને બેંગ્લોર સ્થિત આૅફિસમાં કામ કરે છે. ગૂગલે તેની પુષ્ટિ કરતા કહ્યું કે બેંગ્લોર આૅફિસમાં એક કર્મચારીના કોરોનાવાઈરસના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે, જે બાદથી જ તેને અલગ રાખવામાં આવ્યો છે. જે બાદ ગૂગલે બેંગ્લોર સ્થિત આૅફિસમાં કામ કરતા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી દીધી છે.
કંપનીએ આ પગલું કોરોનાવાઈરસના વધતા સંક્રમણને જોતા ઉઠાવ્યું છે. ગૂગલ તરફથી કહેવામાં આવ્યું છે કે સાવચેતીના બધા જ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અગાઉ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમના એક કર્મચારીમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું, જે બાદ કંપનીએ પોતાના ગુરુગ્રામ અને નોઈડાની આૅફિસોને બે દિવસ માટે બંધ કરી દીધી હતી, આ કર્મચારીઓ ઈટલીથી પરત ફર્યો હતો. હાલ આ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.
કોરોનાવાઈરસના સતત વધતા મામલા વચ્ચે કર્ણાટકમાં એક ૭૬ વર્ષીય વૃદ્ધનું મોત થયું, જે કોરોનાવાઈરસથી સંક્રમિત હતો. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મૃતક ૨૯ ફેબ્રુઆરીએ સાઉદ અરબની યાત્રાથી પરત ફર્યો હતો, હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તે દરમિયાન વૃદ્ધમાં કોરોનાવાઈરસના લક્ષણની ઓળખ નહોતી થઈ શકી, આ વૃદ્ધ સંદિગ્ધ દર્દીઓમાં સામેલ હતો.