બેંગ્લોર: ફૂડ ફેક્ટરીના બોઈલરમાં સિલિન્ડર ફાટવાથી 2 ના મોત

બેંગ્લોર, કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં મગદી માર્ગ સ્થિત એક ફૂડ ફેક્ટરીમાં સોમવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી. ફેક્ટરીના બોઈલરમાં સિલિન્ડર ફાટવાના કારણે બે લોકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે. સિલિન્ડર ફાટવાની આ ઘટના એમએમ ફૂડ ફેક્ટરીમાં થઈ છે.
બેંગ્લોરના ડીસીપી એ જણાવ્યુ કે ફેક્ટરીના બોઈલરમાં થયેલી આ દુર્ઘટનામાં બે મજૂરોના મોત થઈ ગયા છે. જાણકારી અનુસાર બંને મજૂર બિહારના રહેવાસી હતા. આ સિવાય બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.