બેંગ્લોર-મૈસુર જમાત ઉલ મુઝાહિદ્દીન માટે મોટા કેન્દ્રો બન્યા છે-કર્ણાટક ગૃહમંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-westernlogo1.jpg)
બેંગ્લોર, કર્ણાટક સરકારમાં ગૃહમંત્રી બાસવરાજ બોમ્મઇએ આજે કહ્યું હતું કે, એનઆઈએના કહેવા મુજબ બેંગ્લોર અને મૈસુર ખતરનાક આતંકવાદી સંગઠન જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ (મ્યાનમારથી ભાગેલા રોહિગ્યા મુÂસ્લમોના ત્રાસવાદી સંગઠન) માટે મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. પોલીસ કર્મચારીઓ સાવચેતીના તમામ પગલા લઇ રહ્યા છે પરંતુ દરિયાકાંઠાના કર્ણાટકની સાથે સાથે આંતરિક વિસ્તારોમાં પણ અભિયાનને તીવ્ર કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએના પ્રમુખ વાયસી મોદીએ સોમવારે કહ્યું હતું કે, જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ ભારતમાં પગ પસારવાના પ્રયાસમાં છે. તેમણે કહ્યું હતું કે, ૧૨૫ આતંકવાદીઓની યાદી જુદા જુદા રાજ્યોને મોકલી દેવામાં આવી છે. દેશના જુદા જુદા રાજ્યોમાં સક્રિય રહેલા અને ગુપ્તરીતે તેમની ગતિવિધી ચલાવી રહેલા આઇએસના ૧૨૭ ત્રાસવાદીઓની હવે એનઆઇએ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ૧૨૫ની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે.ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલીક નવી ચોંકાવનારી વિગત મળે તેવી શક્યતા છે.
ઇન્વેસ્ટીગેશન એજન્સીએ આજે પત્રકાર પરિષદ યોજીને કેટલીક મોટી અને ચોંકાવનારી માહિતી માહિતી આપી હતી. સાથે સાથે કહ્યુહતુ કે દેશમાં મોટા પાયે ત્રાસવાદી નેટવર્ક ફેલાવવા માટેના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના આઇજી આલોક મિત્તલે વિગતવાર માહિતી આપી હતી. મિત્તલે કહ્યુ હતુ કે દેશના ૧૪ જુદા જુદા રાજ્યોમાં આઇએસઆઇએસ સાથે સંબંધિત કુલ ૧૨૭ ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.