બેકની પરીક્ષા આપવા આવેલ દિવ્યાંગની થોડાક પૈસા માટે હત્યા કરાઇ
ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લાથી એક દિલ ધ્રુજાવી દેનાર ધટના બની છે અહમદનગર જીલ્લાના પાથર્ડી તાલુકાથી આરબીઆઇની પરીક્ષા આપવા માટે ઔરંગાબાદ આવેલ ઉચ્ચ શિક્ષિત દિવ્યાંગ વિકાસ દેવીચંદ ચવ્હાણની થોડાક પૈસા માટે નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દિવ્યાંગ વિકાસ દેવીચંદ ચવ્હાણ જયારે અહમદનગરથી શાનદાર ભવિષ્યના સાના લઇ ઔરંગાબાદ પહોંચ્યા ત્યારે તેમને શું ખબર હતી કે હવે તે કયારેય ઘરે પાછોે આવશે નહીં. ઔરંગાબાદમાં લગભગ બે હજાર રૂપિયા માટે લુંટારાઓએ તેને કબ્રસ્તાન લઇ જઇ સખ્ત રીતે પિટાઇ કરી મારી નાખ્યો હત્યારા અહીં જ અટકયા નહીં વિકાસને જાનથી માર્યા બાદ પોલીસને ભ્રમમાં નાખવા માટે તેના હાથ પણ કાપી લેવામાં આવ્યા હતાં
પાથર્ડી તાલુકાના હરિચા તાડામાં શેરડી કટાઇ કામદારની વસ્તીમાં રહેનાર વિકાસના પિતા દેવીચંદ અને નાના ભાઇ મચ્છિંદ્ર શેરડી કામદાર છે. તેમની માતા ૧૫ વર્ષથી પથારીમાં છે. ખુબ જ ગરીબ હોવા છતાં વિકાસને પરાસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. અને પરીક્ષા માટે ગયો હતો.અહંી તે બસ સ્ટેન્ડ પર જ રોકાઇ ગયો અહીં એક રિક્ષા વાળો તેને લલચાવી પાસેના ચિત્તેખાના કબ્રસ્તાન લઇ ગયો
પૈસા છીનવવા માટે મારપિટ કરી અને વિરોધ કરવા પર ધારદાર હથિયારથી છાંતી અને પેટમાં અનેકવાર કર્યા અને તેના પૈસા લઇ તેનો હાથ પણ કાપી ફરાર થઇ ગયો બાદમાં ત્યાં પહોંચેલ સફાઇ કર્મચારીઓએ જયારે તેમની લાશ જાેઇ તો તેમણે પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી કહેવાય છે કે વિકાસ ઔરંગાબાદ આવવા માટે પિતરાઇ મામાથી સાડા ત્રણ હજાર રૂપિયા ઉધાર લીધા હતાં કેટલોક ખર્ચ તેના જવા આવવાના ખર્ચ કરાયા ૭૦૦ રૂપિયા તેને ચોર ખિસ્સામાં હતાં જે તેના મૃત દેહ પાસેથી મળ્યા હતાં.