બેકાબૂ ડેન્ગ્યુ અને ચિકનયુનિયાના કેસોના પગલે શાળાઓ પર પણ તવાઈ

અમદાવાદ, મચ્છરજન્ય રોગચાળો શહેરને ધીમે ધીમે ભરડામાં લઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુના વધુ ને વધુ કેસ પોઝિટિવ આવી રહ્યાં છે, જ્યારે ચિકનગુનિયાના નમૂના પણ પોઝિટિવ નોંધાઈ રહ્યાં છે. આ ઉપરાંત કમળા અને ટાઈફોઈડના કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ બેબાકળો બન્યો છે.
બુધવારે એક જ દિવસમાં તાવના મોટી સંખ્યામાં કેસ નોંધાતા સ્થિતિ વણસી હોવાની દહેશત ઉભી થઈ છે. તંત્ર પ્રી-મોન્શૂન કામગીરીમાં નિષ્ફળ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
શહેરને ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભરડામાં લીધું છે. સાથે કમળા અને ટાઈફોઈડના કેસ વધતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે એટલું જ નહીં, ઝાડા-ઉલટીના કેસો પણ સામે આવ્યા છે. મચ્છરના ઉત્પત્તિસ્થાન શોધવા માટે પ૦ કન્સ્ટ્રક્શન સાઈટ, હોસ્ટેલ તેમ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મચ્છરના પોરા મળતાં કેટલીક શાળાઓને પણ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અત્યારે કોરોનાની ત્રીજી લહેરની દહેશતના પગલે વાલીઓ કમને તેમનં બાળકોને શાળાએ મોકલી રહ્યાં છે અને તેમાં બાળકોને જાે ડેન્ગ્યુ-મેલેરિયા કે અન્ય મચ્છરજન્ય કે પાણીજન્ય રોગ થાય તે પોસાય તેમ નથી. આવા સંજાેગોમાં તંત્રની સાથે શિક્ષણ વિભાગ પણ આરોગ્યની જાળવણીના મુદ્દે કડક વલણ અપનાવી રહ્યો છે.
આથી કોઈ પણ શાળામાં વિદ્યાર્થી કે શિક્ષકોના ભાગે કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી બેદરકારી કે અસ્વચ્છતા ચલાવી લેવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરની શક્યતા વચ્ચે ઋતુજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં પણ નોધપાત્ર વધારો થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓપીડીમા આવતા દર્દીઓમાં પણ બાળકોની સંખ્યા વધુ જાેવા મળે છે
એટલું જ નહીં, ઝાડા-ઉલ્ટી સહિતના પાણીજન્ય રોગચાળાનો ભોગ બનતા બાળદર્દીઓની સં્ખ્યા પણ વધી છે. આ સ્થિતિ તબીબોએ ઘરની અંદર કે આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે કાળજી રાખવા સલાહ આપી છે.