બેકારીથી કંટાળીને યુવાને તાપી નદીમાં છલાંગ લગાવી દીધી
સુરત: સુરત શહેમાંથી પસાર થતી તાપી નદી આસ્થાનું કેન્દ્ર છે. જોકે, આ જ તાપી નદીની ગોદમાં સમાઈને અનેક દુખિયારાઓએ જિંદગી ટૂંકાવી છે. તાપી નદી પર બંધાયેલા તમામ પૂલો સુરતમાં લોકો માટે આપઘાત પોઇન્ટ બની ગયા છે. દરમિયાન ગઈકાલે વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. સુરતની તાપી નદી પર આવેલા એક બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી
પરંતુ મરનાર અને મારનાર કરતા તારનાર મોટો નીકળ્યો, યુવકે જ્યારે છલાંગ લગાવી ત્યારે તાપી નદીમાં માછીમારી કરી રહેલા યુવકો જોઈ ગયા અને આ યુવકની જિંદગી બચાવી લીધી હતી. યુવકનું રેસ્ક્યૂ કરાયા બાદ જાણવા મળ્યું કે તે માનસિક અસ્થિર છે અને લિફ્ટ માંગીને આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે સુરતમાં ગતરોજ એક વિચિત્ર ઘટના બનવા પામી છે માનસિક અસ્વસ્થ યુવાને પહેલાં એક બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી અને ત્યારબાદ તાપી નદી પાસે પહોંચતા યુવાને બાઈક પરથી કૂદી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે, તાપી નદીમાં કામ કરતા કેટલાક લોકોએ આ યુવાનને બચાવી લીધો હતો.
સુરતમાં સતત આપઘાતની ઘટના સતત સામે આવી રહી છે ત્યારે ગતરોજ આપઘાતના પ્રયાસની એક એવી ગતના સામે આવી છે જે તમને પણ વિચારવા મજબૂર કરી નાંખશે. સુરતના માનદરવાજા ખાતે રહેતા શેખ રફીકે આમ તો હાલમાં બેકાર છે અને બેકારીને લઈને છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ છે. જોકે ગતરોજ તે આપઘાત માટે ઘરેથી નીકળ્યા બાદ આ યુવાને રસ્તામાં બાઈક ચાલાક પાસે પહેલા લિફ્ટ માંગી હતી અને નાનપુરાથી તાપી નદી તરફ જવા લાગ્યો હતો.