બેકારી વધતા કોલેજ સ્ટુન્ડટ પણ સેક્સ વર્કર બની રહી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/sex-workers-1024x683.jpg)
Files Photo
લંડન: લંડનઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. ઘણાં લોકોને આ મહામારીના સમયમાં પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો છે. તો ઘણાં લોકો પહેલાંથી ઓછી સેલેરીમાં કામ કરવા માટે મજબૂર બન્યા છે. આવી મજબૂરીમાં લોકો એવા કામ પણ કરવા લાગ્યા છે જેને સમાજ ખરાબ નજરથી જુએ છે. બ્રિટનમાં આર્થિક તંગીના કારણે યુવતીઓ દેહવ્યાપારના દલદલમાં ઉતરી રહી છે. આ સનસનીખેજ ખુલાસો એક સંસ્થાએ કર્યો છે, જે વેશ્યાવૃત્તિ કરતી યુવતીઓ માટે કામ કરતી હતી. સંસ્થાના મતે તેમને સતત યૂનિવર્સિટી અને કોલેજથી સેક્સ વર્કને લઈને કોલ આવી રહ્યાં છે. આ વર્ષે આ કોલ્સમાં ત્રણ ઘણો વધારો થયો છે.
વધારે પડતાં આવા કોલ્સ સ્ટુડન્સ તરફથી જ આવી રહ્યાં છે. જે દેહવ્યાપારના ધંધામાં ઉતરી રહ્યાં છે. આ સ્ટુડન્સ પોતાનો ખર્ચ કાઢવા માટે હવે દેહવ્યાપારના ધંધામાં ઉતરી રહી છે. આ સંસ્થાના પ્રવક્તા લોરો વોટ્સને જણાવ્યુંકે, કોરોનાને કારણે લોકોના જીવન પર ખરેખર માઠી અસર પડી છે. એવામાં કોલેજાે અને યૂનિવર્સિટીમાં ટ્યૂશન ફીમાં સતત થઈ રહેલો વધારો એક મોટી સમસ્યા બની ગયો છે. તેથી અહીંની યુવતીઓ સેક્સના વેપાર તરફ વધી રહી છે. તેથી પૈસા કમાવવા માટે આ યુવતીઓ માટે પ્રોસ્ટીટ્યૂશન સિવાય બીજાે કોઈ રસ્તો વધ્યો નથી.
વોટ્સનના કહેવા પ્રમાણે કોરોનાના કહેરને કારણે અપાયેલાં લોકડાઉનથી લોકોની જિંદગી ખરાબ થઈ ગઈ છે. રોજગાર-ધંધા, શિક્ષણકાર્ય અને ત્યા સુધી કે લોકોના અંગત જીવન પર પણ આને કારણે વિપરિત અસર પડી રહી છે. આર્થિક પણ લોકો માટે સૌથી મોટી પરેશાનીની સબક બની ગઈ છે. એજ કારણ છેકે, કોલેજની યુવતીઓ હવે સેક્સ વર્કર તરીકે કામ કરવા મજબૂર બની છે. ઘણી યુવતીઓ આવી આર્થિક તંગીમાં પૈસા કમાવા માટે પોતાના પ્રાઈવેટ ફોટો સોશિયલ સાઈટ પર અથવા વ્હોટસએપના માધ્યમથી શેયર કરીને પૈસા કમાય છે. એના માટે હવે ર્ંહઙ્મઅહ્લટ્ઠહજ જેવી વેબસાઈટ પણ શરૂ થઈ ગઈ છે. જે આ પ્રકારના ધંધા માટે જાણીતી છે.