બેકારો-છાત્રોની મદદ માટે સોનુએ નવી એપ લોન્ચ કરી
મુંબઈ: કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરવાના કારણે બોલિવૂડ એક્ટર સોનુ સદ દેશભરમાં સમાચારોમાં છવાયો હતો. સોનુ અને તેની ટીમ આ બાદ પણ જરૂરિયાતમંદોની મદદ કરવાનું ચાલુ રાખી રહી છે. હવે સોનુ સૂદે એક નવી પહેલ શરૂ કરી છે. તેણે એક નવી એપ લોન્ચ કરી છે જે ખાસ રીતે ભણેલા તથા બેરોજદારો અને વિદ્યાર્થીઓની મદદ કરશે.
સોનુની આ નવી એપ્લિકેશન બેરોજગારોને નોકરી શોધવા અને ગરીબ વિદ્યાર્થીઓને લેપટોપ અને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. આ એપનું નામ સોનુઈઝમ છે અને આ તેવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરશે જે વિદેશોની યુનિવર્સિટીમાં મેડિકલ એજ્યુકેશન લઈ રહ્યા છે. આ ઉપરાંત સોનુએ પંજાબના એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે પણ પોતાના માતાના નામ પરથી સ્કોલરશિપ્સની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારથી સોનુ સૂદે પ્રવાસી મજૂરોની મદદ કરી હતી ત્યારથી સોશિયલ મીડિયા દ્વારા સતત લોકો તેના પાસે મદદ માગી રહ્યા છે.
આ બાદ સોનુએ ઘણા લોોને મદદ કરી હતી જેનો વિડીયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. સોનુ હવે પોતાની ઓટોબાયોગ્રાફી લખવા જઈ રહ્યા છે, જેમાં તે આ વર્ષના પોતાના અનુભવો વ્યક્ત કરવાના પ્રયાસો કરશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સોનુ છેલ્લીવાર ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સીતા’માં જોવા મળ્યો હતો. હાલમાં તે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં કામ કરી રહ્યો છે જેમાં તેની સાથે અક્ષય કુમાર અને માનુષી ચિલ્લર મુખ્ય ભૂમિકામાં હશે. આ ઉપરાંત તે સાઉથની ફિલ્મ થામિલારસનમાં કામ કરી રહ્યો છે.