Western Times News

Gujarati News

બેગ મેન્યુફેક્ચરરને ઉદ્યોગનો દરજ્જાે આપવા માંગ

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના સમયમાં અનેક પ્રકારના નાના-મોટો ઉદ્યોગોને અસર થઈ છે. ખાસ કરીને બિઝનેસને લગતી આર્થિક અસરોમાંથી હજુ ઘણા નાના-મધ્યમકક્ષાના ઉદ્યોગો બહાર આવ્યા નથી. આવો જ એક ઉદ્યોગ છે બેગ મેન્યુફેકરર્સ એન્ડ હોલસેલર્સનો. કોરોના કાળમાં શાળા-કોલેજાે બંધ હતી અને ટ્રાવેલીંગ લગભગ ઠપ હાલતમાં હતું.

જેને કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો તથા વહેપારીઓને મોટો આર્થિક ફટકો પડયો છે હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થતા અને ટ્રાવેલીંગ શરૂ થતા કેટલેક અંશે વહેપારીઓને રાહત મળી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં વહેપારીઓને કરોડો રૂપિયાનો ફટકો પડયો છે આ સંદર્ભમાં વિશેષ વિગતો માટે સંપર્ક સાધતા ધી ગુજરાત બેગ્સ મેન્યુફેકચરર એન્ડ હોલસેલર્સ એસોસીએશનના અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ અમિતભાઈ દેસાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ ઉદ્યોગને વ્યાપક નુકસાન થયું છે.

કોરોનાકાળમાં બે વર્ષ શાળાઓ બંધ રહી- ટ્રાવેલીંગ ક્ષેત્રે લગભગ બધુ ઠપ હતું જેને કારણે શાળાની બેગો- ટ્રાવેલીંગ બેગોનું વેચાણ બંધ હતું ટ્રાવેલીંગ બેગમાં ૬૦ થી ૭૦ ટકા તથા સ્કુલબેગમાં ૯૦ ટકા વેચાણ બંધ હતું. મતલબ એ કે મેન્યુફેકચર્સ અને હોલસેલ વહેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો હતો. જે ઉત્પાદન થયુ હતુ અને હોલસેલ વહેપારીઓ ખરીદી કરીહતી તે નીચલા લેવલે રીટેઈલર્સ વહેપારીઓએ ખરીદી બંધ કરતા સમગ્ર ધંધો બંધ થયો હતો.

સરકારમાં પણ અગાઉ આ ઉદ્યોગને સબસીડી, રાહત મળે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. ૮૦૦થી ૧૦૦૦ કરોડનું આ ઉદ્યોગ વ્ય્વસાયને નુકશાન થયું છે.

બીજી તરફ આ વ્યવસાયને કારણે રાજય સરકારને પણ ૧૮ ટકા જી.એસ.ટી.ની આવક મળે છે બેગ મેન્યુફેકચર્સ ઈન્ડસ્ટ્રીઝને ઉદ્યોગનો દરજજાે મળે તે માટે આગામી દિવસોમાં મુખ્યમંત્રીનો સમય લઈને રજુઆત કરવામાં આવનાર છે અમદાવાદ શહેરમાં અંદાજે ૧૦૦૦ જેટલા બેગ મેન્યુફેકચરર્સ છે જયારે સમગ્ર ગુજરાતમાં પ૦૦૦ થી વધારે બેગ મેન્યુફેકચરર્સ છે.

આ વ્યવસાય ૧ લાખ કરતા વધારે લોકોને રોજગારી પુરી પાડે છે જેમાં સેમીસ્કીલ, અનસ્કીલ્ડ કારીગરોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે આ વ્યવસાયમાં લગભગ તમામ નાના વહેપારીઓ છે ૯૮ થી ૯૯ ટકા વહેપારીઓ નાના-મધ્યમ કક્ષાના છે. ચેમ્બરને પણ આ વ્યવસાયને ઉદ્યોગનો દરજજાે મળે તે અંગે રજુઆત કરી છે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને મળીને એસોસીએશન પોતાની માંગણી અંગે રજુઆત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.