બેઝબોલ રમી રહેલા પતિ માટે પ્રિયંકા બની ચીયરલીડર

મુંબઈ, દીકરીના જન્મ બાદ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જીવનનો શ્રેષ્ઠ સમય એન્જાેય કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસ ફેન્સ સાથે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અપડેટ શેર કરતી રહે છે. મંગળવારે, એક્ટ્રેસે પતિ નિક જાેનસની બેઝબોલ મેચમાંથી કેટલીક તસવીરો શેર કરી છે.
મેચ દરમિયાન પ્રિયંકા ચોપરા સ્ટેડિયમમાં હાજર રહી હતી અને પતિ માટે ચીયર લીડરનું કામ કર્યું હતું. બેઝબોલ શર્ટ, ક્રોપ ટોપ અને રેડ પેન્ટ પહેરીને એક્ટ્રેસ મેચ જાેવા પહોંચી હતી અને બેટ લઈને ગ્રાઉન્ડ પર ઉતરેલા પતિને ચીયર કર્યું હતું. પ્રિયંકા ચોપરાએ જે પોસ્ટ શેર કરી છે તેમાં તેણે નિક જાેનસની તેની ટીમના સભ્યો સાથે પોઝ આપતી તસવીર પણ શેર કરી છે.
પ્રિયંકા ચોપરાની આ પોસ્ટમાંથી એક તસવીરમાં તે ચીયર કરતી તો અન્ય તસવીરમાં કેમેરા સામે પોઝ આપતી જાેવા મળી રહી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘ગેમ ડે’, પોસ્ટ પર રિએક્શન આપતા નિક જાેનસે ફાયર ઈમોજી મૂક્યું છે.
નિક જાેનસે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બેઝબોલ મેચ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીર તે મેચ રમતો હતો તે વખતની છે અને સાથે લખ્યું છે ‘ફીલ્ડમાં પરત આવીને સારું લાગ્યું’, તો અન્ય તસવીરમાં તેને સાથી ખેલાડીઓ સાથે જાેઈ શકાય છે.
રસપ્રદ રીતે, પ્રિયંકા ચોપરાએ નિક જાેનસના વોર્ડરોબમાંથી ફરીથી કપડાં લીધા હોવાનું ફેન્સે નોટિસ કર્યું હતું. એક્ટ્રેસ, જેણે પતિ પાસેથી પહેલા શર્ટ અને જેકેટ લીધું હતું આ વખતે તે કોમ્ફી પેન્ટમાં જાેવા મળી હતી, જે પહેલા નિક પહેરી ચૂક્યો છે.
જાન્યુઆરીમાં સરોગસી દ્વારા દીકરીને આવકારનારા પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ ઘણીવાર પેરેન્ટિંગ ડ્યૂટીમાંથી ઓફ લેતા રહે છે. તેઓ ઘણીવાર રોમેન્ટિક ડેટ પર જતા તો મિત્રો સાથે પિકનિક પર જતા જાેવા મળે છે. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના ઘરે સરોગસી દ્વારા દીકરીનો જન્મ થયો છે.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ આપીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. તેમણે હજી સુધી દીકરીનું નામ પાડ્યું હતું અને તેઓ ઉતાવળમાં પણ નથી. કારણ કે, પ્રિયંકા ચોપરા તેની અને નિક જાેનસની સંસ્કૃતિનું મિશ્રિત નામ દીકરીને આપવા માગે છે.SSS