બેટગ્રસ્ત વડોદરામાં બચાવ-રાહત કામગીરી દરમ્યાન બે મૃતદેહ મળ્યા
એનડીઆરએફની વધુ પાંચ ટીમો પુણેથી બોલાવાઈ – સાવચેતીના પગલારુપે ૩૦૪ પૈકી ૪૭ વિજ ફીડરો બંધ – પાણી ઉતરતા હજુય સમય લાગી શકે છે
અમદાવાદ, મધ્ય ગુજરાતના વડોદરામાં બુધવારના દિવસે ૨૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયા બાદ આજે પણ વડોદરામાં ચારેબાજુ પાણી પાણીની સ્થિતિ રહી હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી રહી હતી. બચાવ અને રાહત કામગીરીમાં જુદી જુદી બચાવ ટુકડીઓ સતત લાગેલી રહી હતી. સ્થિતિને હળવી કરવાના પ્રયાસો કરાયા હોવા છતાં આજે પણ વિકટ સ્થિતિ રહી હતી. એનડીઆરએફના ૩૦૦થી પણ વધુ જવાનો જુદા જુદા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા રહ્યા હતા.
હજારો લોકોને બચાવી લેવાયા હતા જ્યારે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરીમાં ૧૭થી વધુ બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં અભૂતપૂર્વ વરસાદના પરિણામ સ્વરુપે આજે પણ સ્થિતિ હળવી બની ન હતી. સ્થિતિને હળવી બનવામાં હજુ સમય લાગે તેવી શક્યતા છે. જા કે, તંત્રની જારદાર કામગીરીને કારણે રેલવે સ્ટેશનને ફરી સક્રિય કરી દેવાયું છે. જુદી જુદી સોસાયટીમાં અટવાયેલા લોકોને પણ સહાયતા પહોંચાડવાના તમામ પ્રાયસો કરવામાં આવ્યા હતા. વડોદરામાં જારદાર વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો.
જા કે, બચાવ અને રાહત કામગીરી યથાવતરીતે જારી રહી હતી. વડોદરામાં ૩૦૪ વિજ ફીડરોમાંથી ૪૭ વિજ ફીડરોમાં વરસાદી પાણી ભરાવવાના કારણે સાવચેતીના પગલારુપે બંધ કરાયા છે. વડોદરાના નિચાણવાળા વિસ્તારમાંથી ૫૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ૭૫૦૦૦થી વધુ ફુડ પેકેટો પણ તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરામાં એનડીઆરએફની વધુ પાંચ ટીમો એરલિફ્ટ કરવામાં આવી છે. અભૂતપૂર્વ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમમાં ઉપરવાસ હાલોલ, કાલોલ અને પાવાગઢમાં પાંચ ઇંચથી વધુ વરસાદ એક સાથે થવાથી ડેમ ઓવરફ્લો થતાં સ્થિતિ જટિલ બની છે.
વડોદરામાં આજે બચાવ કામગીરી દરમિયાન પાણીના પ્રવાહમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરામાં ભારે વરસાદ બાદ વરસાદ સંબંધિત બનાવોમાં ગઇકાલ સુધીમાં કુલ છ લોકોના મોત થઇ ગયા હતા. બાજવામાં દિવાલ પડતા ચાર લોકોના મોત થયા હતા અને અન્ય એક બનાવમાં બે લોકોના મોત થયા હતા. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાજમાર્ગોની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં હાલત કફોડી બની હતી.
સ્થિતીને હળવા કરવા માટે સંબંધિત વિભાગના લોકો કામમાં લાગેલા છે. વરસાદના પગલે આજે ખાનગી અને સરકારી સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે પણ સ્કુલ કોલેજામાં રજા રહેશે. વડોદરા જતી અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. વડોદરામાં બુધવારે બપોર બાદ આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આજે સવારથી જ જાેરદાર માહોલ જામ્યા બાદ વડોદરામાં બપોર બાદ હાલત કફોડી થઇ હતી. વડોદરામાં કલાકોમાં ૨૦ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં આખુ વડોદરા જાણે જળમગ્ન બની ગયુ હતુ. ન્યાયમંદિર, પાણીગેટ, સ્ટેશન વિસ્તાર, સયાજીગંજ, અલકાપુરી, જેતલપુર, રાવપુરા, અકોટા, જેલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. વડોદરામાં કેટલાક વિસ્તારોમાં તો પાંચથી છ ફુટ સુધીના ઉંડા પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનની ધજ્જિયાં ઉડી ગઇ હતી.
નીચાણવાળા વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા. જળબંબાકાર વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી જારદારરીતે ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં વડોદરા શહેર અને જિલ્લા સહિતની પરિÂસ્થતિની સમીક્ષા કરાઈ હતી.