બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કપરાડા ખાતે ‘દિકરી વધામણા કીટ વિતરણ’ કાર્યક્રમ યોજાયો
સમાજમાં દિકરીના જન્મને આવકારે, દિકરા-દિકરીના ઉછેરમાં ભેદભાવ ન રાખે તથા દિકરીઓને સંતુલિત ભોજન અનેસ્ત્રી ભૃણ હત્યા જેવા અમાનવિય ઘટના ન બને તે માટે બાળપણથી જ બાળકોમાં અને સમાજમાંસ્ત્રી પ્રત્યે સન્માનની લાગણી સાથે આદરભાવ વધે તેવા સંસ્કારોનું સિંચન કરવાના અર્થે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા મથકે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંર્તગત તાલુકા કક્ષાનો ‘દિકરી વધામણા કીટ વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું હતું. જેમાં ઉપસ્થિત માતાઓને પોષણકીટ રૂપે બાળકના રમકડા, ગોદડી, સાબુ તથા ફળોની બાસ્કેટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત માતાઓને બે બાળકોના જન્મ વચ્ચે અંતર રાખવા, ગર્ભવતી મહિલાઓને પોષણયુકત ભોજન લેવા જણાવ્યું હતું. બાળકના પ્રથમ હજાર દિવસ, હેન્ડવોશ એનીમીયા, ઝાડા નિયંત્રણ વિશે જરૂરી સમજણ હેન્ડવોશનું પ્રત્યક્ષ નિદર્શન કરી હાથ કેવી રીતે ધોવા જોઇએ તેની પણ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમોમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન નડધા, આઇ.સી.ડી.એસ.વિભાગના વનીતાબેન, ભદ્રાબેન, રશ્મીબેન, આંગણવાડી કાર્યકર, હેલ્પર, મુખ્ય સેવિકા, અન્ય કર્મચારી અને સંબંધિત ગામના સરપંચ, પદાધિકારીઓ, ગ્રામજનો મહિલાઓ હાજર રહ્યા હતા.