બેટી બચાવો…..બેટી પઢાવો….. અભિયાન અંતર્ગત : ભિલોડા ભારત વિકાસ પરીષદ શાખા ધ્વારા ૯૬ સુકા મેવાની કીટનું વિતરણ
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત ભારત વિકાસ પરીષદ શાખા અને સેવાભાવી દાતાઓના સહયોગથી સુકા મેવાની કીટનું વિતરણ કરાતા મહિલાઓમાં આનંદની લાગણી પ્રસરી છે.ભિલોડા કોટેજ હોસ્પિટલ અને મુનાઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને પ્રસુતિ દરમ્યાન બેબીનો જન્મ થાય ત્યારે સુકા મેવાની કીટનું નિઃશુલ્ક વિતરણ વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યું છે.વર્ષ-ર૦૧૯ દરમ્યાન ૬ મહિનામાં ૯૬ સુકા મેવાની કીટ મહિલાઓને અપાઈ છે.
બેટી બચાવો,બેટી પઢાવો અભિયાન અંતર્ગત પ્રસુતિ દરમ્યાન કોઈ પણ મહિલાની કુખે બેબીનો જન્મ થાય ત્યારે મહિલાઓને ભારત વિકાસ પરીષદ,ભિલોડા શાખા ધ્વારા મહિલા અને બેટીને પોષણ મળી રહે તેવા મુખ્ય હેતુસર સુકા મેવાની કીટ આપતા હોઈ ત્યારે સર્વત્ર આનંદની લાગણી પ્રસરી છે.ભારત વિકાસ પરીષદ,ભિલોડા શાખાના હોદ્દેદારો,કારોબારી સભ્યોએ દાતાઓ તરફથી મળેલ સુકા મેવાની કીટનું દાન આપવા બદલ સર્વે દાતાઓને બિરદાવ્યા હતા. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણના સુત્ર સાથે સંકળાયેલ ભારત વિકાસ પરીષદ, ભિલોડા શાખાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, સેવાભાવી દાતાઓની સેવાકીય પ્રવૃત્તીઓ બિરદાવવા લાયક છે.