બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ
નવી દિલ્હી, બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ આવી છે. સાઇના બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડમાં છે, હવે તેને હોસ્પિટલમાં ક્વોરેન્ટીન કરી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ થયા બાદ આ સાઇના નેહવાલ માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે ૧૨થી ૧૭ જાન્યુઆરી વચ્ચે યોનેક્સ થાઈલેન્ડ ઓપન રમાશે. ત્યારબાદ ૧૯થી ૨૪ જાન્યુઆરી વચ્ચે ટોયોટા થાઈલેન્ડ ઓપન અને ૨૭થી ૩૧ જાન્યુઆરી વચ્ચે બીડબ્લ્યૂ વિશ્વ ટૂર ફાઇનલ્સ રમાશે.
કોરોના વાયરસ મહામારીને કારણે લગભગ ૧૦ મહિના સુધી આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પ્રભાવિત થયા બાદ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ મંગળવારથી શરૂ થનાર થાઈલેન્ડ ઓપન સુપર ૧૦૦૦ ટૂર્નામેન્ટથી પ્રોફેશનલ મુકાબલામાં વાપસી કરવાની હતી. સિંધુ ઓક્ટોબરથી થાઈલેન્ડમાં ટ્રેનિંગ કરી રહી હતી.
આ પહેલા બેડમિન્ટન સ્ટાર સાઇના બેંગકોકમાં રમાનાર આ ટૂર્નામેન્ટો પહેલા લગાવવામાં આવેલા પ્રતિબંધો પર ખુશ નહતી. સાઇનાએ કોવિડ-૧૯ પ્રોટોકોલ હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધો પર નારાજગી વ્યક્ત કરતા ઘણા ટ્વીટ કર્યા હતા. ૩૦ વર્ષની શટલર કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
સાઇનાએ ટ્રેનર અને ફિઝિયોને મળવાની મંજૂરી ન આપવા પર વિશ્વ બેડમિન્ટન એસોસિએશનની આલોચના કરી હતી. સાઇનાએ સાથે કહ્યું કે, ખેલાડીઓને પહેલા જાણ કરી દેવાની જરૂર હતી કે તેને થાઈલેન્ડમાં તેના સપોર્ટ સ્ટાફને મળવા દેવામાં આવશે નહીં.SSS