બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેર, રોજની પ૦ લાખ વેક્સિન જરૂરી
એઈમ્સના ડિરેક્ટર ગુલેરિયાએ વેક્સિનેશનની સ્પીડને વધારવા પર ભાર મુક્યો
નવી દિલ્હી, કોરોનાના ફરી વધતા સંકટને લઈને એઈમ્સ દિલ્હીના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે હાલની સ્થિતિ ઈશારો કરે છે કે આપણે કોરોનાની બીજી લહેર તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે વેકિસનેશનની સ્પીડને વધારવા પર ભાર મુકયો હતો.
ગુલેરિયાએ કહ્યું કે ફરી આટલી ઝડપથી વધી રહેલા કેસ મોટી ચિંતાની વાત છે. મોટી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. જે જણાવે છે કે આપણે બીજી લહેર તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે નકકી કરવાનું રહેશે કે આપણે કયા રસ્તે જવાનું છે? શું સંક્રમણને બેકાબૂ થવા દેવું છે ?
એઈમ્સના ડિરેકટરે કહ્યું કે સ્થિતિ હજુ બેકાબૂ નથી થઈ, આપણે ગત વર્ષ શીખેલા અનુભવને ફરી અજમાવવાનો છે. તેમણે કહ્યું તે ફરી કેસ બહુ વધારે નથી પરંતુ આપણે આક્રમક થવાની જરૂર છે. નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશન પર ભાર મુકવાનો રહેશે. વધારેમાં વધોર ટેસ્ટિંગ પર ભાર મૂકવાનો રહેશે. જે પોઝિટિવ કેસ છે તેમને આઈસોલેટ કરે જેથી તેમને કોઈ બીજું સંક્રમણ ન થાય અને કોઈને ચેપ પણ ન લાગે.
ગુલેરિયાએ કહ્યું કે આ વર્ષે રસીના રૂપે આપણી પાસે વધુ એક હથિયાર છે. જાેખમવાળા લોકોને રસી આપવાની સાથે મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે તેમણે કહ્યું કે આપણે એક દિવસમાં ઓછામાં ઓછા પ૦ લાખ ડોઝ આપવાની જરૂર છે. તેમણે રસીકરણને લઈને જાગરૂકતા અભિયાન ચલાવવાની વકીલાત કરી.
ખાસ કરીને ગામડામાં આ ઉપરાંત તેમણે ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધોને રસી સેન્ટર સુધી લઈ જવા અને તેમને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવાની સલાહ આપી. ગુલેરિયાએ કહ્યું કે રસીકરણનો હેતુ જિંદગી બચાવવાનો છે અને મોર્ટેલિટીને રોકવાનો છે. આપણી પાસે પૂરતા ડોઝ છે. ૩૦ કરોડ લોકો માટે ૬૦ કરોડ ડોઝની જરૂર છે. આપણે એક દિવસમાં ઓછામાં ઓછા પ૦ લાખ ડોઝ આપવાની જરૂર છે. હાલમાં આપણે એક દિવસમાં ૩૦ લાખ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.
અચાનક કેમ કોરોનાના કેસ વધ્યા ? ના સવાલ પર જણાવ્યું કે લોકો બેદરકર થઈ ગયા છે તેમણે કહ્યું કે લોકો એવું માનવા લાગ્યા છે કે મહામારી ખતમ થઈ ગઈ એટલે તેઓ કોઈ પણ નિયમનું પાલન નથી કરી રહ્યા. માસ્ક નથી પહેરી રહ્યા. ભીડ થઈ રહી છે. આ કારણે કેસ વધ્યા છે. આ ઉપરાંત કેટલાક એવા નવા સ્ટ્રેન આવ્યા છે જ ેહજુ વધારે સ્પીડથી ફેલાઈ રહ્યા છે. (એન.આર.)